ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભોપાલમાં દારૂ પીને મહિલાએ ઝૂંપડપટ્ટીમાં લગાવી આગ, લાખો રુપિયાનો સામાન સ્વાહા - ભોપાલ ફાયર બ્રિગેડ

ભોપાલમાં એક મહિલાએ દારૂ પીને બે ઝૂંપડપટ્ટીમાં આગ લગાવી હતી. મહિલાને આગ લગાવતી જોઇ બાળકોએ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને ઘટનાની જાણકારી આપી હતી. જે બાદ તે ઝૂંપડપટ્ટીમાંથી બહાર આવ્યા હતા. આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી, તો મહિલાને રહેવાસીઓએ પોલીસને સોંપી છે.

woman-set-fire-to-slums-in-bhopal
ભોપાલમાં દારૂ પીને મહિલાએ ઝૂંપડપટ્ટીમાં લગાવી આગ

By

Published : Dec 16, 2020, 1:04 PM IST

Updated : Dec 16, 2020, 5:07 PM IST

ભોપાલઃ રાજધાની ભોપાલના છોલા પોલીસ સ્ટેશન સ્થિત ચાંદી બાડી ઝૂંપડપટ્ટીમાં એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક મહિલાએ દારૂ પીને પાસમાં રહેતી બે ઝૂંપડપટ્ટીઓમાં આગ ચાંપી હતી. જેમાં રાખેલી 2 ગાડી સહિત લાખોનો સામાન બળીને ખાખ થયો હતો.

જૂની અદાવતને લઇ મહિલાની લોકોને મારવાની ઇચ્છા

મહિલા જેણે દારૂ પીને હંગામો કર્યો અને આગ લગાવીને તેણી બંને મજૂર ભાઇઓને મારવા ઇચ્છતી હતી, કારણ કે, રોજ રોજ તેમનો ઝઘડો થતો હતો. મહિલા તેનો બદલો લેવા ઇચ્છતી હતી અને તેને સળગાવીને મારવા ઇચ્છતી હતી. જે બાદ જ્યારે મહિલાએ ઝૂંપડપટ્ટીમાં આગ લગાવી ત્યારે બાળકોએ જોયું અને બધા લોકોને ઘરેથી બહાર ભાગવા જણાવ્યું હતું.

ભોપાલમાં દારૂ પીને મહિલાએ ઝૂંપડપટ્ટીમાં લગાવી આગ

મહિલાની રહેવાસીઓએ કરી મારપીટ

દારૂ પીને આગ લગાવનારી મહિલાની રહેવાસીઓએ નાસી છૂટતા ઝડપી પાડી હતી. જે બાદ મહિલાની સ્થાનિક લોકોએ મારામારી કરી હતી અને મહિલાને પોલીસ સ્ટેશનમાં લઇ જઇ પોલીસને સોંપી હતી.

પાંચ ફાયર બ્રિગેડની મદદથી આગ પર કાબુ

આગ બુઝાવવા માટે 5 ફાયર બ્રિગેડની મદદથી આગ પર કાબુ મેળવાયો હતો. એક ફાયર બ્રિગેડ છોલા સ્ટેશનથી, બે ફતેહગઢથી, તો ભંગારના ગોડાઉન અને બૈરાગઢથી પણ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો.

ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો

ટાંકી ફાટવાથી આગ બેકાબૂ બની હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. લગભગ 12 કલાકે ફાયર બ્રિગેડની ટીમને સૂચના આપવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે 2 કલાકની જેહમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. મોટું નુકસાન થવાથી બચાવી લીધું. જો કે, તેમાં બંને ભાઇઓની ઝૂંપડપટ્ટી આગને હવાલે થઇ હતી, જેનાથી તેમને લાખોનું નુકસાન થયું છે. આસપાસની ઝૂંપડપટ્ટીઓ પણ આંશિક રૂપે આગથી પ્રભાવિત થઇ છે.

Last Updated : Dec 16, 2020, 5:07 PM IST

ABOUT THE AUTHOR

...view details