અહમદનગરઃ કોરોનાની ભયંકર કટોકટી અને લૉકડાઉન વચ્ચે એક મહિલાએ રસ્તાની બાજૂના ATMમાં બાળકને જન્મ આપ્યો હતો. જોકે, સમયસર સ્થાનિક લોકોની મદદથી હોસ્પિટલમાં માતા અને બાળકને લઇ જવાતા હાલ બંને સલામત છે.
લૉકડાઉનઃ પોતાના ગામ જતી ગર્ભવતી મહિલાએ ATMમાં બાળકીને આપ્યો જન્મ - Etv Bharat
મહારાષ્ટ્રના નેવાસા તાલુકાના વડલા બિહોરબા ગામે ગર્ભવતી મહિલા જ્યારે પોતાના ઘરે પરત ફરી રહી હતી, ત્યારે અચાનક તેને પ્રસુતિ પીડા ઉપડી અને તેનો પરિવાર તેને નજીકના ATMમાં લઇ ગયો હતો. જ્યાં તેણીએ બાળકને જન્મ આપ્યો હતો.
ગર્ભવતી મહિલાએ ATMમાં બાળકીને આપ્યો જન્મ
સમગ્ર દેશમાં લૉકડાઉનની સ્થિતિ છે, ત્યારે આ વચ્ચે એક મહિલા જ્યારે પોતાના ઘર તરફ પરત ફરી રહી હતી, ત્યારે તેને પ્રસુતિ પીડા ઉઠી હતી. એવામાં તેનો પરિવાર તેણીને તાત્કાલિક રસ્તા પરના નજીકના ATMમાં લઇ ગયો હતો.
જ્યાં તેણીએ એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. હાલ બંને હોસ્પિટલમાં દાખલ છે અને બંને સુરક્ષિત છે.