તેલંગણાની રાજધાની હૈદરાબાદના રચાકોંડા વિસ્તારમાં છેતરપિંડીની ઘટના સામે આવી છે. એક ભેજાબાજ મહિલાએ પોતાની ઓળખ ETVના પ્રોડયુસર અને ડાયરેક્ટર તરીકે આપી લોકો પાસેથી નાણાં પડાવ્યા છે. હૈમહિલા નામની આ મહિલાએ પહેલા તો ફેસબુક પર શ્રીદેવી તુમ્માલા નામનું ફેક આઈ.ડી બનાવ્યું હતું.
ETVના નામ પર લોકોને છેતરનાર હૈદરાબાદની મહિલાની થઈ ધરપકડ
ન્યુઝ ડેસ્કઃ રામોજી ગ્રુપ સંચાલિત ETVના ડાયરેકટર અને પ્રોડયુસર તરીકે ઓળખ આપી લોકોને છેતરતી મહિલાની પોલીસે ધરપકડ કરી છે. હૈદરાબાદની આ મહિલાએ લોકોને પોતાનો શિકાર બનાવવા ફેસબુક પર ફેક આઈ.ડી બનાવ્યું હતું.
ETVના નામ પર લોકોને છેતરનાર હૈદરાબાદની મહિલાની થઈ ધરપકડ
ત્યારપછી લોકો સાથે વાત કરી ફિલ્મોમાં અને ટી.વી સિરયલમાં કામ અપાવવાની લાલચ આપી પૈસા પડાવતી હતી. પોલીસે આ મહિલાની ધરપકડ કરી તેણે કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે અને તેની સાથે કોઈ સંડોવાયેલુ છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી છે. હાલમાં આ મહિલાનુ આ મામલામાં કોઈ નિવેદન સામે આવ્યુ નથી. ઉલ્લેખનીય છે કે, ETV એ રામોજી ગ્રુપની એક સંસ્થા છે જેમાં ફિલ્મ અને પ્રોડક્શનને લગતુ કામ થાય છે.