નવી દિલ્હી :(Defence Research and Development Organisation)ના પ્રમુખ ડો.જી.સતીશ રેડ્ડીએ દેશને ખાતરી આપી છે કે, અમે તમામ ક્ષમતાની મિસાઈલ બનાવવાની ક્ષમતા પ્રાપ્ત કરી લીધી છે. સેનાને જેવી મિસાઈલ જોશે તેવી મિસાઈલ અમે બનાવી આપીશું. DRDOએ છેલ્લા પાંચ અઠવાડિયામાં હાઈપરસોનિક મિસાઈલ શૌર્ય, વધુ રેન્જવાળી બ્રહ્મોસ, પરમાણું ક્ષમતા યુક્ત બૈલિસ્ટિક મિસાઈલ પૃથ્વી, હાઈપરસોનિક મિસાઈલ ટેક્નોલોજી ડેવલપમેન્ટ વ્હીકલ્સ, એન્ટી રેડિએશન મિસાઈલ રુદ્રમ-1 અને સુપરસોનિક મિસાઈલ અસિસ્ટેડ રિલીઝ ટૉરપીડો વેપન સિસ્ટમનું સફળ પરિક્ષણ કર્યું છે.
ડો.રેડ્ડીએ જણાવ્યું કે, છેલ્લા 40 દિવસમાં એક બાદ એક 10 મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું છે. હાલમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું છે. જે 400 કિલોમીટરથી વધુના અંતરનો લક્ષ્યને નાશ કરી શકે છે. DRDOના પ્રમુખે જણાવ્યું કે, પરીક્ષણનો મુખ્ય ઉદ્દેશય મિસાઈલ નિર્માણમાં આત્મનિર્ભરતા મેળવવાનો છે.ભારતે છેલ્લા 5થી 6 વર્ષમાં મિસાઈલ સિસ્ટમ ક્ષેત્રેમાં જે રીતે આગળ વધ્યું છે. તેનાથી આપણે સંપુર્ણ રીતે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી લીધી છે. મિસાઈલ નિર્માણ ક્ષેત્રે ખાનગી કંપનીઓ પણ આપણી સાથે ભાગેદારી કરવા સક્ષમ છે. તેમજ જરુર મુજબ મિસાઈલ બનાવી શકે છે.