નવી દિલ્હી: સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું કે, જો આપણે ભારતમાં જાતે જ ચીજોનું નિર્માણ કરશું તો આપણે દેશની મૂડીનો મોટો હિસ્સો બચાવવામાં સક્ષમ થશું.
આત્મનિર્ભર સપ્તાહની થઇ શરૂઆત, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ રહ્યા હાજર - આત્મનિર્ભર સપ્તાહનો પ્રારંભ
સાઉથ બ્લોકમાં સંરક્ષણ મંત્રાલયમાં સોમવારે આત્મનિર્ભર સપ્તાહનો પ્રારંભ થયો હતો. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ સમારોહમાં હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે, દેશમાં નિર્માણ કાર્યોમાં વધારો થવાથી નાના અને મધ્યમ ઉદ્યોગોમાં મૂડીનું રોકાણ વધશે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ
વધુમાં તેમણે કહ્યું કે તે મૂડીની મદદથી સંરક્ષણ ઉદ્યોગ સાથે સંકળાયેલા લગભગ 7000 નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે.