નવી દિલ્હી: દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,948 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 19,180 લોકોની તપાસ કરવામાં આવી છે, જેમાંથી 2,948 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આ સાથે, દિલ્હીમાં કોરોના કેસની કુલ સંખ્યા વધીને 80,188 પર પહોંચી ગઈ છે.
છેલ્લા 24 કલાકમાં, કોરોનાથી સંક્રમિત 66 દર્દીઓના મોત નીપજ્યાં છે. આ સાથે દિલ્હીમાં કુલ મૃત્યુઆંક 2,558 પર પહોંચી ગયો છે. આજે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે, જૂન મહિનામાં વધુ પડતા મોતનું એક કારણ એ હતું કે, કોરોના દર્દીઓ માટે પૂરતા બેડની વ્યવસ્થા ન હતી. આ પછી કેજરીવાલ સરકાર વિપક્ષના નિશાના પર પણ આવી છે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ કેજરીવાલ સરકારને નકારી કહી કહ્યું કે, માત્ર ત્યારે જ સ્થિતિને સંભાળવા માટે કેન્દ્ર સરકારને આગળ આવવું પડ્યું હતું.