ગુજરાત

gujarat

ETV Bharat / bharat

JNUમાં વિન્ટર સેમેસ્ટરના વર્ગો આજથી શરૂ, વિદ્યાર્થીઓનો વિરોધ - વિન્ટર સેમેસ્ટર

નવી દિલ્હી: જવાહરલાલ નેહરૂ વિશ્વ વિદ્યાલયમાં વિન્ટર સેમેસ્ટર 2020નું શૈક્ષણિક સત્ર 13 જાન્યુઆરીથી શરૂ થવાનું છે. તમને જણાવી દઇએ કે ડીન ઓફ સ્પેશિયલ સેન્ટર્સના ચેયરમેનની વચ્ચે થયેલી મીટિંગમાં આ નિર્ણય લેવાયો હતો.

JNU દ્વારા વિન્ટર સેમેસ્ટરના વર્ગો આજથી શરૂ
JNU દ્વારા વિન્ટર સેમેસ્ટરના વર્ગો આજથી શરૂ

By

Published : Jan 13, 2020, 1:00 PM IST

વિરોધ પ્રદર્શનને કારણે પડ્યુ હતુ ઠપ્પ

જણાવી દઇએ કે હજુ સુધી પ્રદર્શનના કારણે ઠપ્પ પડી રહેલી તમામ ગતિવિધિઓ ફરીથી શરૂ થવા જઇ રહી છે. જેને લઇને સોમવારે એટલે કે 13 જાન્યુઆરીથી વિન્ટર સેમેસ્ટરના ક્લાસીસ શરૂ થઇ રહ્યાં છે. ડીન ઓફ સ્કૂલ સેન્ટરના ચેયરપર્સનની વચ્ચે થયેલી મીટિંગમાં આ નિર્ણય લેવાયો હતો. આ સાથે બધા જ શિક્ષકોને તેના નક્કી કરેલા વિષયોનું ટાઇમ ટેબલ વેબસાઇટ પર અપલોડ કરવાનો આદેશ આપ્યો છે.

વિદ્યાર્થી સંગઠને પ્રદર્શનને કર્યુ સ્થગિત

ઉલ્લેખનીય છે કે, વિન્ટર સેમેસ્ટરના રજિસ્ટ્રેશનની તારીખ 12 જાન્યુઆરીથી વધીને 15 જાન્યુઆરી 2015 કરી નાખી છે. જ્યારે JNUમાં વિદ્યાર્થી પ્રદર્શન સતત ચાલુ છે. તમને જણાવી દઇએ કે, આજે પોલીસ ક્વાર્ટર ખાતે દિલ્હી પોલીસના વિરોધમાં કરી રહેલા પ્રદર્શનને વિદ્યાર્થી સંગઠને સ્થગિત કર્યુ છે.

ABOUT THE AUTHOR

...view details