ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઓડિશાના 44થી વધુ દિવ્યાંગ બાળકોએ ફ્લાઇટની મજા માણી - ઓડિશાના 44થી વધુ દિવ્યાંગ બાળકોએ

ઓડિશામાં 44થી વધુ દિવ્યાંગ બાળકોને ભુવનેશ્વરથી ખાસ ફ્લાઇટમાં લઇ જવામાં આવ્યા હતા. તેમજ બાળકોએ ઉડાનનો આનંદ માણ્યો હતો. એલાયન્સ એર સાથે SSEPD, નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને સ્વાભિમાન એનજીઓનાં સહયોગથી આ પહેલ કરવામાં આવી હતી.

ઓડિશાના 44થી વધુ દિવ્યાંગ બાળકોએ  ફ્લાઇટની મજા માણી
ઓડિશાના 44થી વધુ દિવ્યાંગ બાળકોએ ફ્લાઇટની મજા માણી

By

Published : Jan 22, 2020, 11:46 PM IST

ભુવનેશ્વર: ઓડિશામાં 44 જેટલા 'દિવ્યાંગ' બાળકોને બુધવારે ભુવનેશ્વરથી ખાસ ફ્લાઇટમાં લઇ જવામાં આવ્યા હતા.

ભુવનેશ્વરના બીજુ પટનાયક આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર એલાયન્સ એર ફ્લાઇટમાં સવાર થઇ બાળકોએ તેમની પ્રથમ ઉડાનનો આંનદ માણ્યો હતો. ભુવનેશ્વર એર સ્પેસમાં ફ્લાઇટમાં બાળકોએ લગભગ 40 મિનિટ સુધી સફર કરી હતી.

આ બાળકોનું સ્વપ્ન એલાયન્સ એર દ્વારા રાજ્યના સામાજિક સુરક્ષા અને વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગ (એસએસઈપીડી), નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને સ્વાભિમાન એનજીઓ સાથે મળીને પૂર્ણ થયું.તેમાં સવાર 'દિવ્યાંગ' બાળકે કહ્યુ કે, તે ઉત્સાહિત અને રોમાંચક હતું. પ્રથમ વખત ખાસ ફ્લાઇટમાં સવાર થઈને હું ખરેખર ખુશ છું.

સ્વાભિમાન NGOના ચીફ એક્ઝિક્યુટિવ શ્રુતિ મોહાપત્રાએ જણાવ્યું હતું કે, ઉચ્ચ આકાંક્ષાઓ માટે અને મોટા સ્વપ્ન માટે અમે વંચિત બાળકોને પ્રોત્સાહિત કરીએ છીએ. હું ખુશ છું કે, આ બાળકોએ પહેલી વાર ફ્લાઇટમાં બેસી આંનદ માણ્યો હતો.

તમારી પાંખો પહેલેથી તમારી પાસે જ છે, ફક્ત તમારે ઉડાન ભરવાની છે. ઓડિશાના વિશેષ-સક્ષમ બાળકોના સપનાને પાંખો આપવા બદલ, કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ટ્વિટ કરી માનનીય વડા પ્રધાન નરેન્દ્રમોદી અને હરદીપ પુરીનો આભાર વ્યક્ત કર્યો હતો.

રાજ્યના SSEPD પ્રધાન અશોક પાંડા, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન સંયુક્ત સચિવ ઉષા પાધી અને ઓડિયા ફિલ્મ સ્ટાર આકાશ દસનાયક અને સબ્યસાચી મિશ્રા બાળકોના કાર્યક્રમમાં એરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details