વિજયપુરા (કર્ણાટક): ફ્રાન્સથી આયાત કરાયેલા ફાઇટર જેટ રાફેલને ઉડાવવા માટે ભારતની સૈન્ય શાળાઓમાંથી ચાર કમાન્ડરની પસંદગી કરવામાં આવી છે. જેમાં વિજયપુર મિલિટ્રી સ્કૂલના વિદ્યાર્થીની પણ પાયલૉટ તરીકે પસંદગી કરવામાં આવી છે. જેથી કર્ણાટકના લોકો ગર્વ અનુભવી રહ્યા છે.
વિંગ કમાન્ડર અરૂણ કુમાર બનશે રાફેલના પાયલૉટ, કર્ણાટકમાં ઉજવણીનો માહોલ
અરૂણ કુમારે જાન્યુઆરી 2002માં નેશનલ ડિફેન્સ એકેડેમીમાં જોડાયા હતા. અરૂણ કુમારના પિતા એન. પ્રસાદે એરફોર્સમાં વૉરંટ ઓફિસર હતા.
ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અરુણ કુમારને આ સુવર્ણ તક મળી છે. ગૌરવની વાત એ છે કે, 35 વર્ષિય અરૂણ કુમાર વિજયપુરા મિલિટ્રી સ્કૂલના વિદ્યાર્થી હતા. અરૂણ કુમાર 1995થી 2001ની બેચની વિજયપુરા મિલિટ્રી સ્કૂલના વિદ્યાર્થી હતા. જે બાદ તેઓ જાન્યુઆરી 2002માં NDA (નેશનલ ડિફેન્સ એકેડેમી)માં જોડાયા હતા. અરૂણ કુમારના પિતા એન. પ્રસાદે એરફોર્સમાં વૉરંટ અધિકારી તરીકે સેવા આપી છે.
વિજયપુરા મિલિટ્રી સ્કૂલમાં તાલીમ દરમિયાન અરૂણ કુમાર ખૂબ સક્રિય હતા. તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેમની આ સિધ્ધિથી ઉત્સાહિત છે.