નવી દિલ્હીઃ આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. જેને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યુ છે. આ સાથે જ પીએમ મોદીએ ટ્વિટ કરી નર્સ, ડોક્ટર્સ, પોલીસકર્મી અને મીડિયકર્મીને કામના પાઠવી છે.
નવરાત્રીમાં કરેલી આરાધનાને PM મોદીએ આ લોકોને સમર્પિત કરી - Narendra modi news
સમગ્ર દેશ કોરોના વાઈરસ સામે જંગ લડી રહ્યો છે. હાલ દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. એવામાં આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. નવરાત્રી પર આ ઘાતક બિમારી સામે લડવા વડાપ્રધાન મોદીએ કામના પાઠવી છે.
Narendra modi news
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યુ છે કે, "આજથી નવરાત્રી શરૂ થાય છે. વર્ષોથી હું માતાજીની આરાધના કરતો આવ્યું છેુ. આ વખતની સાધનામાં માનવતાની ઉપાસના કરતાં તમામા નર્સ, મેડિકલ સ્ટાફ, પોલીસકર્મી અને મીડિયાકર્મી તેમજ કોરોના સામે લડત લડનારાઓને હું મારી સિદ્ધી સમર્પિત કરુ છુ."
નોંધનીય છે કે કોરોનાના કાળથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં 21 દિવસ સુધી લોકોડાઉનની ઘોષણા કરી છે. આ સાથે લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી છે.