નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઓટોમોબાઈલ ડિલરોના એક સંગઠનની અરજી નકારી કાઢી છે. આ અરજી BS-4 એન્જિન ધરાવતા વાહનોના વેચાણના સમય મર્યાદામાં વધારો કરવા બાબતે હતી. આ સમય મર્યાદા 1 એપ્રિલ, 2020 સુધીની છે.
BS-IV વાહનોના વેચાણ માટેની સમય મર્યાદામાં કોઈ વધારો નહીં: સુપ્રીમ કોર્ટ - deadline for sale
સુપ્રીમ કોર્ટે BS-4 એન્જિન ધરાવતા વાહનોના વેચાણ માટે 1 એપ્રિલ, 2020 સુધીનો સમય આપ્યો છે. ઓટોમોબાઈલ ડિલરોના એક સંગઠને આ સમય મર્યાદામાં વધારો કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી સુપ્રીમ કોર્ટે નકારી દીધી છે.
BS-IV વાહનોના વેચાણ માટે સમયમર્યાદામાં કોઈ વધારો નહીં
કેન્દ્ર સરકારે 2016માં જાહેરાત કરી હતી કે, ભારત 2020માં BS-4 બાદ સીધુ BS-6 ધોરણ લાગુ કરશે. 1 એપ્રિલ, 2020 બાદ ભારતમાં BS-4 એન્જિન ધરાવતા વાહનોનું વેચાણ કે રજીસ્ટ્રેશન ન કરવા સુપ્રીમ કોર્ટે 24, ઓક્ટોબર, 2018ના રોજ આદેશ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ભારત સ્ટેજ એક પ્રદૂષણ નિયંત્રણ ધોરણ છે. જેને ભારત સરકારે મોટર વાહનો દ્વારા થતા પ્રદૂષણ રોકવા માટે આ ધોરણ લાગુ કર્યું છે. ભારત સ્ટેજ-4 ધોરણ એપ્રીલ, 2017માં સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવ્યું હતું.