ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શું નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી આજે રાજીનામું આપશે..?

નેપાળમાં રાજનૈતિક સંકટ ગરમાઈ રહ્યું છે. વડાપ્રધાન કેપી શર્મા ઓલી આજે રાષ્ટ્રપતિ વિધા દેવી ભંડારીને મળવા શીતલ નિવાસ પહોચ્યાં છે. તેમજ ઓલી દેશને સંબોધન કરશે. માનવામાં આવી રહ્યું છે કે, રાષ્ટ્રના સંબોધન બાદ ઓલી રાજીનામાની જાહેરાત કરી શકે છે.

Nepal PM Oli
Nepal PM Oli

By

Published : Jul 2, 2020, 2:56 PM IST

કાઠમાંડૂ : નેપાળમાં ગરમાઈ રહેલા રાજકારણ વચ્ચે વડાપ્રધાન કેપી શર્મા ઓલી આજે ગુરુવારે રાષ્ટ્રપતિ વિધા દેવી ભંડારીને મળવા શીતલ નિવાસ પહોચ્યાં છે. થોડીવારમાં રાષ્ટ્રને સંબોધન કરી શકે છે. ત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ઓલી વડાપ્રધાન પદ્દ પરથી રાજીનામું આપી શકે છે.

આ પહેલા વડાપ્રધાન કેપી શર્મા ઓલી કેબિનેટ પ્રધાનો સાથે બેઠક કરી હતી. 30 જૂનના સત્તારુઢ નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓએ તેમને રાજીનામાની માંગ કરી હતી.ઝાલનાથ ખનાલે કહ્યું હતું કે, વડાપ્રધાન માત્ર તેમના વ્યકિતગત હિતો પુરા કરવા માટે કામ કરી રહ્યા છે.

તેમણે છેલ્લા 3 વર્ષમાં સમાજવાદના લક્ષ્યોને અનદેખુ કરતા પુંજીવાદી નીતિઓનું પાલન કર્યું, તેમજ એક સ્થાયી સમિતીના સભ્યના નામ બતાવવાના શર્ત પર કહ્યું કે, ભારતને અનાવશ્યક રુપમાં ભડકાવવા માટે ઓલી પાસે સ્પષ્ટીકણ માંગવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details