ગુજરાત

gujarat

આ સમય રાજકારણ કરવાનો નથી પણ મહામારી સામે લડવાનો છેઃ CM કેજરીવાલ

By

Published : Jun 10, 2020, 3:10 PM IST

કોરોના મહામારીના અંગે વાત કરતાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે બુધવારે એક ઓનલાઇન મીડિયા બ્રીફિંગને સંબોધન કરતાં કહ્યું હતું કે, દિલ્હી ઉપરાજ્યપાલ અનિલ બૈજલના આદેશનો અમલ ટૂંક સમયમાં કરવામાં આવશે. બધાને સારવાર મળે તે માટેની વ્યવસ્થા કરવાનો પ્રયાસ સરકાર કરી રહી છે.

કેજરીવાલ
કેજરીવાલ

નવી દિલ્હી: મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે બુધવારે કહ્યું હતું કે, તેમની સરકાર લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલના આદેશને દિલ્હી સરકાર દ્વારા સંચાલિત કરશે. સાથે જ દિલ્હીવાસીઓ માટે ખાનગી હોસ્પિટલોના અનામત અંગેના નિર્ણયને રદ કરશે.

એક ઓનલાઇન મીડિયા બ્રીફિંગને સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે, ડેટા બતાવે છે કે, આવનારા દિવસોમાં દિલ્હીમાં કોવિડ-19 કેસ નોંધપાત્ર રીતે વધશે.

કેજરીવાલે કહ્યું હતું કે, 31 જુલાઇ સુધીમાં દિલ્હીને 1.5 લાખ બેડની જરૂર પડશે, કારણ કે લોકો અન્ય રાજ્યોથી પણ લોકો સારવાર માટે શહેર આવશે. એક અંદાજ એવો પણ છે કે આ 1.5 લાખ બેડમાંથી દિલ્હીવાસીઓ માટે 80,000 બેડનીની જરૂર પડશે.

આગળ વાત કરતાં મુખ્યપ્રધાને કહ્યું હતું કે, આ સમય દિલ્હી સરકાર માટે એક મોટો પડકાર છે. જેની સામે લડવા માટે સૌનો સહકાર અનિવાર્ય છે. એટલે આપણે સૌએ સાથે મળીને આ પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ. આ સમય રાજકરાણ કરવાનો નથી પણ બધાએ સાથે મળીને એકબીજાને મદદ કરવાનો છે.

કોરોના કેસ અંગે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, દિલ્હીમાં અત્યારસુધીમાં 31,000 COVID-19 કેસ નોંધાયા છે અને તેમાંથી 18,000 કેસ સક્રિય છે. જે હાલ સારવાર હેઠળ છે.

ABOUT THE AUTHOR

...view details