દિલ્હીઃ નિર્ભયા કેસનો વિવાદ થંભવાનું નામ જ લઈ રહ્યાં નથી. દોષી દ્વારા કરાયેલી ઢગલાબંધ અરજીઓ બાદ આખરે તેઓને 24 કલાકમાં સજા આપવાનો નિર્ણય કરાયો છે. ત્યારે પૂર્વ જસ્ટિસ કુરિયન જોસેફેના નિવેદનમાં જણાવ્યું હતું કે, દોષીઓને ઉંમર કેદની સજા મળે તો સમાજને એક સંદેશો મળશે કે, આવા ગુનાઓ માટે આટલી કઠોળ સજા છે. જો ફાંસી આપવામાં આવશે તો ગુનેગારોના ગુનાને ભૂલી જશે. એટલે મારા મતે દોષીઓને જીવતા રાખીને સજા આપવી જોઈએ.
નિર્ભયા કેસ: પૂર્વ ચીફ જસ્ટિસ જોસેફે કહ્યું- દોષીઓને ફાંસી આપવાથી શું દુષ્કર્મ અટકી જશે? - નિર્ભયા કેસ અંગે પૂર્વ જસ્ટીસે આપી પ્રતિક્રિયા
બહુચર્ચિત નિર્ભયા કેસમાં આવતી કાલે ગુનેગારોને ફાંસીની સજા આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે પૂર્વ ચીફ જસ્ટિસ જોસેફે આ કેસ અંગે આપેલા નિવેદનથી ફરી એક વિવાદ ઉભો થયો છે. તેમણે નિર્ભયાના દોષી વિશે વાત કરતાં કહ્યું હતું કે, શું દોષીને ફાંસીની સજા આપાવાથી આવા ગુનાઓ અટકી જશે? ખરેખર તો દોષીઓને મોત આપવાને બદલે તેમને જીવતા રાખીને સજા આપવી જોઈએ. જેથી સમાજને સંદેશ મળે.

SC Judge
ઉલ્લેખનીય છે કે, નિર્ભયા ગેંગરેપ મામલામાં દોષિતોને 20 માર્ચના રોજ સવારે 5:30 વાગ્યે ફાંસી આપવામાં આવશે. આ અગાઉ દોષિતોએ ફાંસીથી બચવા માટે તમામ કાયદાકીય દાવપેચનો ઉપયોગ કરી લીધો છે. ચારમાંથી ત્રણ દોષિતો અક્ષય, પવન અને વિનયે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં અરજી કરી છે અને ફાંસીની સજા પર રોક લગાવવાની માગ કરી હતી.