ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અરૂણાચલમાં ચીની સેનાનો કબજો હોવાનો ભાજપના સાંસદે કર્યો દાવો - ભાજપના સાંસદ તાપિર ગાવ

અરૂણાચલ પ્રદેશના ભાજપના સાંસદ તાપિર ગાવે 50-60 કિ.મી.ના ક્ષેત્ર પર ચીન સેના દ્વારા કબજો કરવાનો દાવો કર્યો છે. જેના પર કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા મનીષ તિવારીએ કહ્યું કે, સરકારે તાપિર ગાવના દાવાનો જવાબ આપવો જોઇએ.

અરુણાચલમાં ચીનની સેનાનો કબજો હોવાનો ભાજપના સાંસદે કર્યો દાવો
અરુણાચલમાં ચીનની સેનાનો કબજો હોવાનો ભાજપના સાંસદે કર્યો દાવો

By

Published : Jun 24, 2020, 8:08 PM IST

નવી દિલ્હી: કોંગ્રેસે બુધવારે કહ્યું હતું કે, ભાજપના સાંસદ તાપિર ગાવે ચીની સેના દ્વારા અરૂણાચલ પ્રદેશમાં 50-60 કિલોમીટરના ક્ષેત્ર પર કબજો કરવાનો દાવો કર્યો છે, જેના પર સરકારે તાત્કાલિક સ્પષ્ટતા કરવી જોઈએ.

પાર્ટીના પ્રવક્તા મનીષ તિવારીએ પૂછ્યું કે, સરકારે જવાબ આપવો જોઈએ કે, તાપિર ગાવની વાત સાચી છે કે ખોટી? તેમણે વીડિયો લિંક દ્વારા પત્રકારોને જણાવ્યું હતું કે, લદ્દાખમાં ચીની ઘુસણખોરીના સમાચાર આવ્યા બાદથી, ભાજપ સરકાર તેને નકારી રહી છે અને આ વાતને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. હવે ભાજપના સાંસદ તાપિર ગાવે જે કહ્યું તેની સ્પષ્ટતા સરકારે કરવી જોઇએ અને જે સત્ય છે તે લોકોને જણાવવું જોઈએ.

પ્રવક્તા મનીષ તિવારીના જણાવ્યા અનુસાર, અરૂણાચલ પૂર્વ લોકસભા મત વિસ્તારના સાંસદ તાપિર ગાવે 18 જૂને એક આસામી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, સુબાનસરી નદીના બંને કાંઠે ભારતની સરહદ પર આવેલી જમીન ચીની સેનાએ કબજે કરી છે. તેમણે નદી ઉપર પુલ બનાવ્યો છે, નજીકમાં હેલિપેડ અને રસ્તો પણ બનાવ્યો છે.

મનીષ તિવારીએ દાવો કર્યો છે કે, આ ઇન્ટરવ્યૂમાં ભાજપના સાંસદે એમ પણ કહ્યું હતું કે, ચીનના પી.એલ.એના મૈકમોહન લાઇનથી 10-12 કિ.મી.ની અંદર માઝા વિસ્તારમાં સ્થિત ભારતીય સૈન્ય બેસ ઉપર પણ કબજો કર્યો છે.

ગયા વર્ષે 19 નવેમ્બરના રોજ લોકસભાની કાર્યવાહી દરમિયાન ઝીરો અવર દરમિયાન તાપિર ગાવ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાનો એક વીડિયો તેમણે જાહેર કરતાં કહ્યું હતું કે, જો ભાજપના સાંસદે કહ્યું કે, અરુણાચલ પ્રદેશમાં ચીને 50-60 કિમીના વિસ્તારમાં કબજો કર્યો તે ગંભીર બાબત છે.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, અમે સરકાર પાસેથી જાણવા માંગીએ છીએ કે તાપિર ગામની વાત સાચી છે કે ખોટી? એનું સત્ય શું છે? સરકાર તરફથી તાત્કાલિક જવાબ આવવો જોઈએ.

કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઇએ કહ્યું હતું કે, અરૂણાચલ પ્રદેશ બીજો ડોકલામ ન બનવો જોઇએ અને લદ્દાખ અને અન્ય તમામ વિસ્તારોની સ્થિતિ પુન:સ્થાપિત કરવી જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે, 'વડા પ્રધાન તેમની છબી બનાવવમાં એટલા મસ્ત છે કે તેઓ દેશની અર્થવ્યવસ્થા અને સુરક્ષાની સ્થિતિ જોતા નથી.'

ABOUT THE AUTHOR

...view details