ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સુપ્રીમ કોર્ટમાં પ્રદૂષણ પર સુનાવણી, 'હવે તો ઘર પણ સુરક્ષિત નથી' - દિલ્હીનું પ્રદૂષણ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ પર સુનાવણી શરૂ કરી દીધી છે. સુપ્રીમ કૉર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારના વલણ સંદર્ભે ટિપ્પણી કરી. સુપ્રિમ કૉર્ટે કહ્યું કે SC આ પરિસ્થિતિને નહીં ચલાવે. આ અંગે રાજ્ય સરકારોની જવાબદારી નક્કી કરાશે.

sc

By

Published : Nov 4, 2019, 6:06 PM IST

દિલ્હીમાં ખરાબ વાતાવરણ પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટનું કહેવું છે કે દિલ્હીનો કોઈ ખૂણો પ્રદૂષણ મુક્ત નથી રહ્યો, અને હવે તો ઘર પણ સુરક્ષિત નથી. શું આ ખરાબ વાતાવરણમાં જીવી શકાય? આપણે આ રીતે ન જીવી શકીએ.

પંજાબ, હરિયાણા અને પશ્ચિમિ ઉત્તર પ્રદેશમાં પૂળા(ગાય-ભેંશનો ઘાસચારો, ઉપરાંત પાક લણ્યા બાદ વધતો સુકો કચરો) સળગાવવાની ઘટનાને ગંભીર ગણાવી છે. તેમજ દર વર્ષે આમ નહીં ચાલે તેમ પણ કહ્યું છે.

આ પહેલા રાજધાનીમાં સોમવારે હવાની ગતિમાં સામાન્ય વધારો થતા પ્રદૂષણના સ્તરમાં થોડો ઘટાડો નોંધાયો. પરંતુ હવાની ગુણવત્તા હજુ પણ ખૂબ જ ગંભીર શ્રેણીમાં છે. સવારે સાડા ચાર વાગ્યે દિલ્હીના વાયુ પ્રદૂષણની ગુણવત્તા (એક્યુઆઈ) 438 નોંધાઈ, જ્યારે અલીપુર, નરેલા અને બવાનામાં ક્રમશ 493, 486 અને 472 રહી.

ABOUT THE AUTHOR

...view details