નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સ્થળાંતરીત કામદારો સાથે સંબંધિત એક વીડિયો શેર કરતાં કહ્યું કે, મજૂરો દેશના સ્વાભિમાનનો ધ્વજ છે. જેને ક્યારેય નમવા નહીં દઇએ. તમામ મજૂરોને મદદ કરવામાં આવશે.
મજૂરો દેશના સ્વાભિમાનનો ધ્વજ, અમે ક્યારેય નમવા નહીં દઇએ: રાહુલ - કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ટ્વીટ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પરપ્રાંતીય મજૂરોને લગતો એક વીડિયો શેર કરી છે. આ વીડિયો દ્વારા તેમણે કહ્યું કે, આ મજૂરો દેશના આત્મ-સન્માનનો ધ્વજ છે. જેને ક્યારેય નમવા નહીં દઇએ.. જાણો, રાહુલ ગાંધીએ શું કહ્યું ..
રાહુલ ગાંધી
તેમણે ટ્વીટ કર્યું કે, 'અંધકાર ગાઢ છે, મુશ્કેલ સમય છે, હિંમત રાખો-અમે તે બધાની સલામતીમાં ઉભા છીએ. તેમની અવાજ સરકાર સુધી પહોંચશે, તેમને તેમના હક માટે તમામ મદદ મળશે.