પ્રશ્વિમ બંગાળ: મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ પડકાર ફેંકતા જણાવ્યું કે, આ વર્ષ રાજ્યમાં દુર્ગાપૂજા ન કરવા માટે અફવાઓ ફેલાઇ રહી છે. જો આવું સાબિત થશે તો તે જાહેર જનતાની સામે કાન પકડીને 100 વખત ઉઠક બેઠક કરશે.
મમતા બેનર્જીએ મંગળવારે આરોપ લગાવ્યો છે કે, રાજકીય પક્ષ આ અફવા ફેલાવી રહ્યો છે કે, આ વર્ષે રાજ્યમાં દૂર્ગા પૂજાની અનુમતિ આપવામાં આવશે નહીં. રાજ્ય સચિવાલયમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે જણાવ્યું કે, સવારથી હું દુર્ગા પૂજાની અફવા સાંભળી રહી છું કે, રાજ્ય સરકાર દ્વારા દુર્ગા પૂજાની અનુમતિ આપવામાં આવશે નહી. તેમણે જણાવ્યું કે, તે સાબિત કરો અથવા તો કાન પકડીને ઉઠક બેઠક કરો.