કોલકાતા/હાવડા: પશ્ચિમ બંગાળ આવતા વર્ષની ચૂંટણી માટે તૈયાર થઈ રહ્યું છે ત્યારે એકાએક બંગાળના રાજકીય યુદ્ધ મેદાનમાં જાંબલી રંગ છવાઈ ગયો છે.
શું જાંબલી રંગ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં રંગ પરિવર્તન કરશે વિપક્ષ ભાજપના યુવા મોરચાએ બંગાળમાં વધી રહેલ બેરોજગારી, એસએસસીમાં કથિત ગેરરીતિઓ અને પ્રાથમિક શિક્ષકોની ભરતી તેમજ કાયદો અને વ્યવસ્થા પડી ભાંગવા સામે રાજ્યના સચિવાલયના બન્ના સુધી કૂચનું આહ્વાન કર્યું હતું. કોલકાતા અને હાવડા એ બે જોડિયાં શહેરોમાં ગઈ કાલે હિંસાનાં દૃશ્યો જોવાં મળ્યાં હતાં. પોલીસની વિશાળ સંખ્યાએ સાંત્રાગચી, હાવડા મેદાન, બારાબાઝાર સેન્ટ્રલ એવન્યૂ અને હસ્ટિંગ્સ વિસ્તારોમાં ભાજપના વિરોધ પ્રદર્શનકારીઓ સામે દીવાલનું કામ કર્યું હતું. આનાથી ચૂંટણીના પાત્રમાં એક અંશ વધુ ગરમી આવી ગઈ છે. તેમાં એક છૂપી વાત પણ હતી-પોલીસ જ્યારે દિલીપ ઘોષ, મુકુલ રોય, અરવિંદ મેનન, કૈલાસ વિજયવર્ગીય અને તેજસ્વી સૂર્યને રોકી રહી હતી ત્યારે એમ કહેવાય છે કે, આ વખતે તેજાબી મહિલા મમતા બેનર્જી માટે સતત ત્રીજી અવધિ માટે હસ્ટિંગ્સ પાછા ફરવું સરળ તો નહીં જ હોય.
શું જાંબલી રંગ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં રંગ પરિવર્તન કરશે ભાજપના યુવા મોરચાએ લગભગ એક મહિના પહેલાં ‘નાબન્ના ચલો’ કૂચ માટે ઘોષણા કરી હતી અને તેણે સઘળી તૈયારીઓ કરી હતી પરંતુ મમતાએ તેમની પાસે છેલ્લી મિનિટનું આશ્ચર્ય રાખ્યું હતું. આયોજિત કૂચના એક દિવસ પહેલાં રાજ્ય સરકારે ‘નાબન્ના’ને ચેપમુક્ત કરવા નિર્ણય કર્યો હતો અને તેના માટે તેના પોતાના કર્મચારીઓ સહિત બધા માટે સીમા જાહેર કરી હતી. અનેકે વિચાર્યું હતું કે સરકારના નિર્ણયથી ભાજપને ફટકો પડશે. તેની યોજના પર પાણી ફરી વળશે. સચિવાલય પર કોઈ ઉપસ્થિત ન હોય ત્યારે કૂચ એક નિરર્થક કવાયત બની રહે. પરંતુ જે રીતે પશ્ચિમ બબંગાળ અને કોલકાતા પોલીસે યુવા મોરચાના કાર્યકરોને અટકાવવા નાબન્નાની આસપાસ બફર ઝૉન ઊભાં કર્યાં અને ટોળાં ઉમટતાં ગયાં તેમ તેના પર લાઠી વીંઝતા ગયા તેનાથી રાજ્યમાં ભાજપનો આધાર મજબૂત જ થશે.
શું જાંબલી રંગ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં રંગ પરિવર્તન કરશે રાજકીય નિષ્ણાતોએ દર્શાવ્યું છે કે જો પોલીસે સચિવાલય તરફ આગળ વધતી કૂચોને અટકાવવા આટલી બધી સક્રિયતા ન દાખવી હોત તો પરિસ્થિતિ જુદી હોત. જે રીતે વૉટર કેનનમાંથી વિરોધીઓ પર જાંબલી રંગવાળા પાણીને છાંટવામાં આવ્યું, જે રીતે અશ્રુ વાયુના અસંખ્ય ગોળાઓ દાગવામાં આવ્યા, પોલીસે તેના પર કાચની બૉટલ અને ઈંટો ફેંકતાં ટોળાં પર લાઠી મારવાની શરૂ કરી અને દિવસના અંતે ભાજપના અનેક નેતાઓ અને કાર્યકરોને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા- આ સમગ્ર પ્રકરણે બંગાળના રાજકીય વર્ણપટ પર કેસરિયા પક્ષના સ્થાનને વધુ મજબૂત જ કર્યું છે.
શું જાંબલી રંગ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં રંગ પરિવર્તન કરશે અને ભાજપ તેની તરફેણમાં ટેકો ઊભો કરવા માટે કોઈ કસર છોડી નથી રહ્યો. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષે ટ્વિટર પર કહ્યું, “ડાબેરી શાસન કરતાં મમતા બેનર્જીએ એક ચીજ જે સારી કરી છે તે છે રાજકીય હરીફો સામે ક્રૂરતા અને રાજકીય હિંસા વધારી છે. બંગાળના લોકો અને ભાજપ તેમના શાસનને જડમૂળમાંથી ઉખાડીને ફેંકી દેશે.”
શું જાંબલી રંગ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં રંગ પરિવર્તન કરશે કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ પણ બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસની સરકાર સામે આકરા પાણીએ હતા. તેમણે કહ્યું, “અત્યાર સુધીમાં પશ્ચિમ બંગાળમાં ભાજપના ૧૧૫ કાર્યકરોની રાજકીય હત્યાઓ થઈ છે. મમતા બેનર્જીના શાસનમાં વિરોધ પ્રદર્શનને અનુમતિ છે? કોઈ કાર્ટૂન બનાવે તો તેને જેલ મોકલાય છે અને જે લોકો તેમના પક્ષ સામે અવાજ ઊઠાવે છે તેમની હત્યા કરી નાખવામાં આવે છે. આનું એક માત્ર કારણ એ છ કે તૃણમૂલ કૉંગ્રેસ રાજ્યમાં તેનો રાજકીય આધાર ગુમાવી રહી છે.”
શું જાંબલી રંગ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં રંગ પરિવર્તન કરશે યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સૂર્ય અને પક્ષના પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષે પણ પોલીસની કાર્યવાહી અને સરકારની એટલી જ ટીકા કરી હતી.
પોલીસે ક્રૂર વર્તન કર્યાના આક્ષેપોને રાજ્ય સરકારે નકારી કાઢ્યા છે. મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયે કહ્યું, પોલીસે સંયમ દાખવ્યો છે અને પરિસ્થિતિને વ્યાવસાયિક રીતે સંભાળી હતી. વિરોધકારો પર કોઈ જાંબલી રંગનું પાણી છાંટ્યું હોવાનું નકારતાં તેમણે કહ્યું કે વિરોધીઓને ઓળખવા પોલીસે બિનઝેરી રંગકારક ઍજન્ટ મિશ્ર કરવાનો વ્યાપક રીતે સ્વીકૃત શિષ્ટાચાર જ અનુસર્યો હતો. રાજ્યના પ્રધાન ફિરહાદ હકીમે કહ્યું કે પોલીસે તપાસ કરવી જોઈએ કે વિરોધકારો પાસેથી બૉમ્બ અને ફાયર આર્મ્સ કેવી રીતે મળી આવ્યા? જો કૂચ શાંતિપૂર્ણ પ્રકારની હોય તો આ બધું શા માટે હાજર હતું? યોગ્ય તપાસ થવી જોઈએ.
શું જાંબલી રંગ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં રંગ પરિવર્તન કરશે આક્ષેપો અને પ્રતિ આક્ષેપો ચાલતા રહેશે. પરંતુ નાબન્ના આસપાસ થયેલી અથડામણો અને રાજ્ય તેમજ દેશે જોયેલી આ અથડામણોથી તૃણમૂલ કૉંગ્રેસને ચેતવણીનો સંદેશ અવશ્ય ગયો છે. નગરોથી લઈને ગામડાંઓ સુધી, મમતાની છાવણીમાં નોંધપાત્ર ઘસારો પહોંચ્યો છે. તેમના એક સમયના સાથી મુકુલ રોય હવે બંગાળ ભાજપમાં બીજા ક્રમના નેતા છે. જે રીતે કેસરિયા પક્ષને શૂન્યમાંથી માત્ર દસ વર્ષમાં જ ફાયદો થયો છે અને તે મમતાના શ્વાસ અદ્ધર કરી રહ્યો છે, તે જોતાં આવતા વર્ષની વિધાનસભા ચૂંટણી તૃણમૂલ માટે આકરી લડાઈ હશે તે ચોક્કસ વાત છે.
શું જાંબલી રંગ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં રંગ પરિવર્તન કરશે બંગાળમાં રાજકીય નિરીક્ષકો જોકે અત્યારે કોઈ તારણ પર આવી રહ્યા નથી. તેમણે યાદ અપાવ્યું કે વર્ષ 2011માં વિધાનસભા ચૂંટણી પહેલાં ડાબેરી મોરચાની બ્રિગેડ પરેડ રેલી ખૂબ જ મોટા કદની હતી અને શાસનમાં પરિવર્તન આવશે તેવો કોઈ સંકેત મળી રહ્યો નહોતો. પરંતુ તે થયું. આથી રાજકારણીઓ જે માને છે કે અનુમાન કરે છે તે જરૂરી નથી કે બંગાળના રાજકારણમાં ઇવીએમમાં પ્રતિબિંબિત થાય જ. તે માત્ર સંકેતક પ્રકારનું હોઈ શકે છે. આથી શું આજે ભાજપનાં ટોળાંઓ પર જાંબલી રંગનું પાણી છાંટવું તે નાબન્નામાં રંગ પરિવર્તન સૂચવે છે? તેનો જવાબ તો ૨૦૨૧માં જ મળશે.
દીપાંકર બોઝ, ઈટીવી ભારત