ગુજરાત

gujarat

ગુનેગારો પર તોળાતી ન્યાયની તલવાર!

છ વર્ષ અગાઉ, સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું હતું કે, ઉત્તમ શાસનનો અર્થ થાય છે, ગુનેગારોને ઝડપથી સજા થાય, તે સુનિશ્ચિત કરવું. ગુનાઇત પાર્શ્વભૂમિ ધરાવનારા નેતાઓને ઊંડે સુધી વિશ્વાસ હોય છે કે, જ્યારે તેઓ જ લોકોના પ્રતિનિધિઓ તરીકે શાસન ચલાવી રહ્યા હોય, તો સજાનો સવાલ જ ક્યાં પેદા થવાનો છે! દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નારાયણે જણાવ્યું હતું કે, જો રાજકીય પક્ષો ગુનાઇત ભૂતકાળ ધરાવતી વ્યક્તિઓને ટિકિટ ન આપવાનું નક્કી કરી લે, તો આ સમસ્યાનું સહેલાઇથી નિવારણ આવી જશે.

By

Published : Oct 8, 2020, 10:50 PM IST

Published : Oct 8, 2020, 10:50 PM IST

ગુનેગારો પર તોળાતી ન્યાયની તલવાર!
ગુનેગારો પર તોળાતી ન્યાયની તલવાર!

ગુનેગારો પર તોળાતી ન્યાયની તલવાર!

છ વર્ષ અગાઉ, સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું હતું કે, ઉત્તમ શાસનનો અર્થ થાય છે, ગુનેગારોને ઝડપથી સજા થાય, તે સુનિશ્ચિત કરવું. ગુનાઇત પાર્શ્વભૂમિ ધરાવનારા નેતાઓને ઊંડે સુધી વિશ્વાસ હોય છે કે, જ્યારે તેઓ જ લોકોના પ્રતિનિધિઓ તરીકે શાસન ચલાવી રહ્યા હોય, તો સજાનો સવાલ જ ક્યાં પેદા થવાનો છે! દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નારાયણે જણાવ્યું હતું કે, જો રાજકીય પક્ષો ગુનાઇત ભૂતકાળ ધરાવતી વ્યક્તિઓને ટિકિટ ન આપવાનું નક્કી કરી લે, તો આ સમસ્યાનું સહેલાઇથી નિવારણ આવી જશે. તેમણે રાજકીય પક્ષોને સીધો જ સવાલ કર્યો હતો: 'શું પક્ષો આટલું ન કરી શકે'? આવાં તમામ સલાહ-સૂચનોને અવગણીને, તમામ પ્રકારના ગુનાઓ કરી ચૂકેલા અપરાધીઓને તેમના પક્ષમાં લાવવા માટે હરીફાઇમાં ઊતરેલા રાજકીય પક્ષોને કારણે, વર્તમાન લોકસભા ગુનાઇત ભૂતકાળ ધરાવતા 43 ટકા જનતા પ્રતિનિધિઓથી છલકાઇ રહી છે! તેલંગણા હાઇકોર્ટે રાજકારણમાં ગુનાખોરી અને ભ્રષ્ટાચાર સામે લોકશાહીની શુદ્ધતાનું રક્ષણ કરવા માટે પંદર દિવસ અગાઉ સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશને અનુસરીને પહેલ હાથ ધરી છે. હાઇકોર્ટે 118 સ્પેશ્યલ કોર્ટો, સીબીઆઇ અને એસીબી કોર્ટમાં જાહેર પ્રતિનિધિઓ વિરૂદ્ધના પડતર કેસોની દૈનિક સુનાવણી માટે વ્યવસ્થા તૈયાર કરી છે. સાંસદો વિરૂદ્ધના મોટાભાગના કેસોમાં સમન બજાવવામાં ન આવતાં નારાજ થયેલી સુપ્રીમ કોર્ટે પોલીસ ઓથોરિટીને યોગ્ય કાર્યવાહી હાથ ધરવાનો આદેશ આપ્યો હતો. એમિકસ ક્યૂરિયા (તટસ્થ ન્યાયમિત્ર) વિજય હંસરિયાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, દેશભરના ભૂતપૂર્વ અને વર્તમાન સાંસદો તથા ધારાસભ્યો સામે 4,442 કેસો પડતર છે, જેમાંથી 2,556 કેસો વર્તમાન ધારાસભ્યો વિરૂદ્ધ હતા. આજીવન કેદની સજા થઇ શકે, તેવા 413 કેસોમાંથી 174 કેસો વર્તમાન ધારાસભ્યો અને સાંસદો વિરૂદ્ધના છે.

કર્ણાટક, મધ્ય પ્રદેશ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની સાથે-સાથે બે તેલુગુ રાજ્યોમાં અગાઉ સ્પેશ્યલ કોર્ટ સ્થાપવામાં આવી હોવા છતાં, તમામ કેસો હજી પણ પેન્ડિંગ છે. તેલંગણા હાઇકોર્ટની પહેલ ન્યાય વ્યવસ્થામાં સુધારણા લાવશે, તેવી આશા સેવવામાં આવી રહી છે!

2018માં સુપ્રીમ કોર્ટે એવો આદેશ કર્યો હતો કે, માહિતી મેળવવાના નાગરિકોના અધિકારને એક હથિયારમાં રૂપાંતરિત કરવો જોઇએ અને ચૂંટણીની પ્રક્રિયામાં પ્રવેશનારા પ્રત્યેક ઉમેદવારના ગુનાઇત બેકગ્રાઉન્ડ સહિત તેના સમગ્ર વ્યક્તિગત ઇતિહાસને અખબારો અને તમામ ઉપલબ્ધ જાહેર માધ્યમો થકી લોકો સમક્ષ પ્રગટ કરવો જોઇએ. પરંતુ વાસ્તવમાં સુપ્રીમ કોર્ટના આ આદેશને સદંતર નજરઅંદાજ કરી દેવામાં આવ્યો છે.

ચૂંટણી પંચે મહત્વની ન્યૂઝ ચેનલો અને અખબારોની યાદી સ્પષ્ટ નથી કરી, ત્યારે ઉમેદવારો કાયદાની જાળમાંથી છટકવા માટે ઓછી લોકપ્રિયતા ધરાવતાં અખબારો પસંદ કરીને અને માધ્યમોમાં પ્રતિકૂળ સમયમાં (દર્શકોની સંખ્યા તદ્દન ઓછી હોય, તેવા સમયે) તેમની વિરૂદ્ધના અપરાધ કેસો અંગે વિગતો પૂરી પાડે છે. ગત સપ્ટેમ્બર મહિનામાં સુપ્રીમ કોર્ટે સંસદ ગૃહને રાજકારણને અપરાધીઓની પકડમાંથી મુક્ત કરવા માટે મજબૂત કાયદો ઘડવાનો આદેશ આપ્યો હતો. વાસ્તવમાં, ન્યાય તંત્ર બંધારણના માળખાંમાં રહીને રાજકારણમાં ભ્રષ્ટાચારનો અંત આણવા માટે એકલે હાથે લડાઇ લડી રહ્યું છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા છતાં, કોંગ્રેસે ભૂતકાળની ચૂંટણીઓ કરતાં વધુ 47 (ગુનાઇત ઇતિહાસ ધરાવનારા) ઉમેદવારોને ચૂંટણીમાં ઊતાર્યા છે, તો આ તરફ વર્તમાન લોકસભામાં ભાજપના 59 સાંસદો સામે ફોજદારી કેસો નોંધાયેલા છે. હવે, - રાજકીય પક્ષે તેણે ગુનાઇત ભૂતકાળ ધરાવતા ઉમેદવારોને શા માટે ચૂંટણી લડવા પસંદ કર્યા છે, તેની જનતા સમક્ષ સ્પષ્ટતા કરવી જોઇએ – આ મુજબનો સુપ્રીમ કોર્ટનો ફેબ્રુઆરીનો આદેશ કેટલો અસરકારક બની રહે છે, તે તો આવનારો સમય જ કહેશે! રાજકીય પક્ષો યોગ્ય શાસન વ્યવસ્થા અને સ્વચ્છ રાજકારણની હાંસી ઊડાવતા અને માત્ર જીત મેળવવાના સ્વાર્થસભર હિત સાથે નાણાં અને બળનું જોર ધરાવતા ક્રૂર અપરાધીઓને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે અને જીતનારા અપરાધીઓ લોકશાહી મૂલ્યો પ્રત્યે આદરની લેશમાત્ર ભાવના ધરાવ્યા વિના બંધારણીય સંસ્થાઓ પર વર્ચસ્વ જમાવી રહ્યા છે.

સંસદ ગૃહ અપરાધીઓને વિધાનસભાઓમાં અને સંસદ ગૃહમાં પ્રવેશતા અટકાવીને તેમને જેલના સળિયા પાછળ ધકેલવા માટે ચુસ્ત, કડક કાયદો બનાવવા માટે તૈયાર નથી. બીજું કશું ન કરતાં, જો ન્યાય વ્યવસ્થાની નવી પહેલ સાથે, જો ભ્રષ્ટ નેતાઓ વિરૂદ્ધના પેન્ડિંગ કેસોનો ઝડપથી નિકાલ કરવામાં આવે અને ગુનેગારોને યોગ્ય સજા ફટકારીને ન્યાય વ્યવસ્થા પ્રત્યે જનતાના માનસમાં પુનઃ વિશ્વાસનો સંચાર કરવામાં આવે, તો પણ ભારતીય લોકશાહી રાહતનો દમ ખેંચશે!

ABOUT THE AUTHOR

...view details