DMRC અનુસાર દિલ્હી મેટ્રો દ્વારા હાલ કેટલાય સ્ટેશનના પ્લેટફોર્મ પર ફ્રી વાઈફાઈ લોકોને આપવામાં આવી રહ્યું છે, પરંતુ પહેલીવાર મેટ્રોમાં સફર દરમિયાન યાત્રાળુઓ વાઈ-ફાઈ વાપરી શકશે. વિદેશોની મેટ્રોમાં આ સુવિધા હોય છે, તેના આધારે દિલ્હીમાં તેની શરૂઆત કરવામાં આવી રહી છે. સૌથી પહેલા એયરપોર્ટ એક્સપ્રેસ લાઈન પર આ સુવિધા ઉપલબ્ધ કરાવાશે.
દિલ્હીમાં મેટ્રો પણ હવે વાઈ-ફાઈથી સજ્જ, DMRC કરશે શરૂઆત - delhi metro news
નવી દિલ્હીઃ મેટ્રોના યાત્રાળુઓને મુસાફરી દરમિયાન પણ વાઈ-ફાઈની સુવિધા મળશે. દિલ્હીમાં ગુરૂવારથી એયરપોર્ટ એક્સપ્રેસ લાઈન પર DMRC (દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન) તેની શરૂઆત કરશે. દેશમાં આ જ પહેલી એવી મેટ્રો લાઈન હશે, જેમાં મુસાફરી દરમિયાન યાત્રાળુઓને વાઈ-ફાઈની સુવિધા મળી રહેશે. આગામી સમયમાં અન્ય મેટ્રો લાઈનમાં પણ આ સુવિધા ઉભી કરાશે.
દિલ્હીમાં મેટ્રો પણ હવે વાઈ-ફાઈથી સજ્જ થશે
ગુરૂવારે DMRCના પ્રબંધ નિર્દેશક ડૉ. મંગૂસિંહ સેવાની શરૂઆત નવી દિલ્હી મેટ્રો સ્ટેશનથી કરાવશે.