મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસની CBI તપાસની માગણી કરતા NCP અધ્યક્ષ શરદ પવારના સંબંધી પાર્થ પવાર દ્વારા સર્જાયેલા વિવાદ અંગે શિવસેનાએ સવાલ ઉઠાવ્યો છે. શિવસેનાએ કહ્યું કે, CBI તપાસની માંગણી કરીને અને શરદ પવારના નિવેદન પર સર્જાયેલા વિવાદ પર એટલો હંગામો ઉભો કરવાની જરૂર શું છે?
પાર્થ પર શરદ પવાર દ્વારા કરવામાં આવેલી ટીપ્પણી પર આટલો વિવાદ કેમ?: શિવસેના - Maharashtra news
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસની CBI તપાસની માગણી કરતા NCP અધ્યક્ષ શરદ પવારના સંબંધી પાર્થ પવાર દ્વારા સર્જાયેલા વિવાદ અંગે શિવસેનાએ સવાલ ઉઠાવ્યો છે. શિવસેનાએ મુખપત્ર સામનામાં જણાવ્યું કે, શરદ પવાર વરિષ્ઠ નેતા છે તેઓ તેમને ઠપકો આપી શકે છે. બાલ ઠાકરેએ પણ આમ ઘણી વખત કર્યું હતું.
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં CBI તપાસની માગ કરવા માટે શરદ પવારે જાહેરમાં પાર્થની નિંદા કરી હતી. શિવસેનાના મુખપત્ર 'સામના'માં ન્યૂઝ ચેનલો પર નિશાન સાધતા કહ્યું કે, 'તેઓ આ મુદ્દાને વધારી રહ્યા છે. શરદ પવારે જે કહ્યું હતું તેમાં કંઈ ખોટું નથી.
સામનાના તંત્રી લેખમાં કહેવામાં આવ્યું છે કે, આ લોકો (ન્યૂઝ ચેનલ) કોઈપણ કારણ વગર તેમની આજીવિકા માટે વિવાદ ઉભો કરે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, શરદ પવાર વરિષ્ઠ નેતા છે અને રાજકીય પક્ષના વડા છે, તેઓ તેમને ઠપકો આપી શકે છે. બાલ ઠાકરેએ પણ આ ઘણી વખત કર્યું હતું. તંત્રી લેખમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે તમારી જુબાન નિયંત્રણમાં ન હોય ત્યારે તમારે તેનું પરિણામ સહન કરવું પડે છે. અજિત પવાર પણ આ સમસ્યામાંથી પસાર થયા છે.