હૈદરાબાદ: આપણાં શરીરમાં વિટામિન્સ તથા ખનીજ તત્વોની જરૂરિયાતો સંતોષવા માટે શાકભાજી જેટલાં જરૂરી છે, તેવી જ રીતે આ જ જરૂરિયાત માટે ફળો પણ મહત્વની ભૂમિકા ભજવે છે. ફળો એ નાસ્તા તરીકેનો તંદુરસ્ત વિકલ્પ છે. વળી, તેમાં કુદરતી સ્વરૂપે મીઠાશ રહેલી હોવાથી, ગળ્યું ખાવાની આપણી ઇચ્છા સંતોષવામાં પણ તે મદદરૂપ બને છે. VLCC હેલ્થકેરનાં ન્યુટ્રિશન પ્રોગ્રામ હેડ ડો. દીપ્તિ વર્મા જણાવે છે, “ફળ એ વૃક્ષનો બીજ આપતો ભાગ છે. આથી, જો તેનું સેવન સ્વાસ્થ્ય માટે ઘણું લાભદાયી છે. ફળો અત્યંત પૌષ્ટિક આહાર છે અને તે ફાઇબર (રેસા)નો સારો સ્રોત છે.” નિષ્ણાત દ્વારા ફળના અન્ય કેટલાક ફાયદા વિશે અહીં સમજૂતી આપવામાં આવી છેઃ
ફળોના ફાયદા
- ફળો ફાઇબરનો સ્રોત હોવાથી આંતરડાંની તંદુરસ્તી માટે, હાઇપોથાઇરોઇડિઝમ, હૃદયની બિમારીઓ, ડાયાબિટીસ મેલિટસ, PCOS વગેરેમાં તેમનું સેવન લાભકારક છે.
- ફળોમાં રહેલી શર્કરા ફ્રૂક્ટોસ તરીકે ઓળખાય છે, જે રક્તમાં ઇન્સ્યુલિન છોડવાના પ્રમાણને સ્થિર કરે છે. જે ડાયાબિટીસ મેલિટસના વ્યવસ્થાપનમાં ઉપયોગી બને છે.
- ઉપરાંત, ફળોમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ તથા ખનીજ તત્વો રહેલાં હોય છે, જે શરીરમાં ચયાપચયની પ્રક્રિયા યોગ્ય રીતે કાર્ય કરે, તે માટે અત્યંત જરૂરી છે.
- આ ઉપરાંત ફળો પોટેશિયમનો સમૃદ્ધ સ્રોત છે, જે હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે અને પથરી થતી અટકાવે છે.
- વળી, ફળોમાં ફાઇટોકેમિકલ્સ ભરપૂર માત્રામાં મોજૂદ હોય છે, જે આપણાં શરીરને ઝેરી તત્વોથી છૂટકારો મેળવવામાં સહાય કરે છે.
ફળોનું સેવન ક્યારે કરવું?