ઈન્દોરઃ ઈન્દોરમાં એક સામાજિક સંસ્થા દ્વારા આયોજીત 'બંધારણ બચાવો, દેશ બચાવો'ની રેલીમાં દિગ્વિજય સિંહે કહ્યું કે, 'પાકિસ્તાનથી ભારત આવેલા અદનાન સામી એક કલાકાર છે. મેં અદનાન સામીને પદ્મશ્રી સન્માન આપવા માટે ભારત સરકારને કોઈ ભલામણ કરી નથી.
હવે દિગ્ગી બોલ્યાં- 'અદનાનને પદ્મશ્રી કેમ? એના પિતાએ તો ભારત ઉપર બોમ્બ ફેંક્યા હતા' - Pakistan Air Force
નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ દિગ્વિજય સિંહે જણાવ્યું કે, અદનાન સામીના પિતા પાકિસ્તાન એરફોર્સના ફાઈટર પાઇલટ હતા અને તેમણે ભારત પર બોમ્બ ફેંક્યા હતાં. તેમ છતાં મોદી સરકારે પદ્મશ્રી એવોર્ડ માટે અદનાન સામીની પસંદગી કરી છે.
![હવે દિગ્ગી બોલ્યાં- 'અદનાનને પદ્મશ્રી કેમ? એના પિતાએ તો ભારત ઉપર બોમ્બ ફેંક્યા હતા' Digvijay Singh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5936907-thumbnail-3x2-digvijay.jpg)
દિગ્વિજય સિંહ
તેમણે વધુમાં કહ્યું કે, અદનાન સામીના પિતા પાકિસ્તાન એરફોર્સમાં ફાઈટર પાઈલટ હતા અને તેમણે ભારત ઉપર બોમ્બ ફેંક્યા હતાં. તેમ છતાં મોદી સરકારે પદ્મશ્રી એવોર્ડ માટે અદનાન સામીની પસંદગી કરી છે.
મહત્વનું છે કે, જાણીતા સિંગર અદનાન સામીને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિક કરવામાં આવતા અનેક સવાલો થયાં હતાં. જેનો જવાબ આપતા અદનાને કહ્યું હતું કે, આ એવોર્ડ મને એક ગાયકના સારા પ્રદર્શન માટે મળ્યો છે.