ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ધનખડ મમતા પર થયા ગુસ્સે, કહ્યું- બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટમાં રોકાણ કરતા આયોજનનો ખર્ચ વધારે - રાજ્યપાલ જગદીપ ધનખડ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે મુખ્ય પ્રધાન મમતા બેનર્જીની ટીકા કરી હતી. તેમણે સરકાર દ્વારા માહિતી ન આપવાની બાબતને લઇ નારાજગી વ્યક્ત કરી છે.

રાજ્યપાલ જગદીપ ધનખડ
રાજ્યપાલ જગદીપ ધનખડ

By

Published : Aug 2, 2020, 10:16 PM IST

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ રાજ્યપાલ દ્વારા માહિતી માગવા છતાં કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. આ અંગે રાજ્યપાલે કહ્યું કે રાજકીય હિંસા, બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટ અથવા પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ અંગેની મમતા બેનર્જી વિશે માહિતી મેળવવી એ રાજ્યપાલનો અધિકાર અને ફરજ છે.

રાજ્યપાલ ધનખડે મમતા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ચક્રવાત અમ્ફાન પછી રાહત અને બચાવ કામગીરીમાં ભ્રષ્ટાચાર થયા હોવા અંગેની માહિતી આપવામાં આવી ન હતી, અને શાસક પક્ષે કહ્યું કે રાજ્યપાલ રાજકીય રીતે પ્રેરિત છે. શું આ કાયદાનું શાસન છે, શું અહીં લોકશાહી છે?

રાજ્યપાલે પૂછ્યું છે કે, માહિતી કેમ આપવામાં આવતી નથી? છુપાવવા માટે શું છે? સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ. તેમણે મમતાને બોલાવીને કહ્યું કે, "આવા લોકોની જવાબદારી નિશ્ચિત થવી જોઈએ કે જેમણે માહિતી આપવામાં ચૂંક કરી છે."

ધનખડે કહ્યું કે, જો પારદર્શિતા લાવવામાં આવે તો કૌભાંડોનો પર્દાફાશ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, રાજ્યપાલને માહિતી આપવામાં નિષ્ફળ મમતા સરકારના કાર્યકાળ દરમિયાન માહિતી અધિકારની ચિંતાજનક પરિસ્થિતિ બહાર આવી છે.

રાજ્યપાલે કહ્યું કે, "મેં મુખ્ય માહિતી અધિકારીને RTI અરજદારોની સંખ્યામાં ઘટાડા અંગે ચેતવણી આપી હતી." તેમણે લખ્યું છે કે, લોકો માહિતી માગે છે તો પોલીસનો ડર બતાવવામાં આવે છે.

શનિવારે રાજ્યપાલ જગદીપ ધનખડે બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટના આયોજનમાં ખર્ચ કરવામાં આવેલી રકમની વિગતો માગી હતી. મમતા બેનર્જી સરકાર રાજ્યમાં રોકાણ કરવા માટે વર્ષ 2015 થી દર વર્ષે આ પરિષદનું આયોજન કરી રહી છે.આ કાર્યક્રમને લાગતી આર્થિક ગેરરીતિઓ અંગે ચિંતા વ્યક્ત કરતા ધનખડે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે માહિતી મળી છે કે યોજાનારી આ ઇવેન્ટનો ખર્ચ રોકાણ કરતા વધારે છે.

ધનખડે ટ્વિટ કર્યું હતું કે, બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટમાં થતા ખર્ચ અંગે ઉભા થતાં પ્રશ્નોને ધ્યાનમાં રાખીને અધિક મુખ્ય સચિવ પાસેથી વિગતો માગવામાં આવી છે. જાણવા મળ્યું છે કે સમિટના આયોજનમાં ખર્ચ કરવામાં આવેલી રકમ રાજ્યના રોકાણ કરતા વધારે છે.

ABOUT THE AUTHOR

...view details