નીતીશ કુમાર હજૂ સુધી પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો કેમ જાહેર કરતા નથી ! - nitish kumar
ન્યૂઝ ડેસ્ક: ત્રણ તબક્કાનું મતદાન થઈ ગયું અને હવે આવતી કાલે ચોથા તબક્કાનું પણ મતદાન થવાનું છે તેમ છતાં બિહારની સૌથી મોટી પાર્ટી જેડીયુએ હજુ સુધી પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર નથી કરી શકી. બિહારમાં ભાજપ, કોંગ્રેસ, આરજેડી, એલજેપી,આરએલએસપી તથા હમ જેવી તમામ પાર્ટીઓએ ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. આના આધારે જ જનતા પાસે મત માંગી રહ્યા છે. જો નીતીશ કુમાર ચૂંટણી ઢંઢેરો આ વખતે જાહેર નહીં કરે તો 2003 બાદ પેહલી વખત હશે કે, જ્યાં જેડીયું પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર નહીં કરે.
twitter
એવું પણ જાણવા મળી રહ્યું છે કે, બિહારમાં જેડીયુ તથા ભાજપ વચ્ચે ગઠબંધન થયું છે. હવે ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં કલમ 370, કોમન સિવિલ કોડ તથા અયોધ્યામાં રામ મંદિર જેવા મુદ્દાઓને સ્થાન આપ્યું છે. જો કે, જેડીયુ આ મુદ્દાઓ પર અલગ મત ધરાવે છે. નીતીશ કુમારે કલમ 370ની રક્ષા કરવાની કસમ પણ ખાધી છે, સાથે સાથે રામ મંદિર નિર્માણ કોર્ટના ભરોસે છોડ્યું છે. આ આવી રીતે જનતામાં ગઠબંધનની ખોટી હવા જશે તો નુકશાન થવાની પણ ભીતી છે.