નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લદ્દાખમાં ચીનના પાછળ હટવાને લઇ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની વાતચીતને લઇને ફરી એકવાર સવાલ કર્યાં છે. મંગળવારે રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા ચીન પર સવાલ કર્યા હતાં. આ તકે કોંગ્રેસ નેતાએ ટ્વીટમાં કેન્દ્ર સરકારને સવાલ કરતા કહ્યું કે, બંને દેશ વચ્ચેની સ્થિતિના પગલે ભારત તરફથી સ્થિતિને જાળવી રાખવા દબાવ કેમ આપવામાં ન આવ્યો.
રાહુુલનો સરકારને સવાલ, કહ્યું- સરકારે ચીન સામે દબાણની સ્થિતિ જાળવી કેમ ન રાખી? - NSA અજીત ડોવાલ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચીનનું પાછળ હટવાને લઇ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની વાતચીતને લઇ ફરી એકવાર કેન્દ્ર સરકાર પર સવાલ કર્યાં છે.
સરકારે ચીન સામે સ્થિતિને કેમ બરકરાર ન રાખી? : રાહુુલ ગાંધી
રાહુલે ટ્વીટમાં NSA અજીત ડોભાલ અને ચીની સ્ટેટ કાઉન્સિલર વાંગ યી ની વાતચીતને લઇને બંને પક્ષે એક નિવેદન બહાર પાડ્યું છે. તેઓએ લખ્યુ કે,'રાષ્ટ્રહિત સર્વોપરી છે. ભારત સરકારનું કર્તવ્ય છે કે તે તેની રક્ષા કરે.
- યથાસ્થિતિને લઇને દબાવ કેમ નાખવામાં ન આવ્યો?
- ચીન હુમલામાં શહીદ થયેલા 20 જવાનોને સાચા કઇ રીતે સાબિત કરે છે?
- શા માટે ગલવાન ઘાટીમાં અમારી પ્રાદેશિક જોડાણનો કોઈ ઉલ્લેખ નથી?
ઉલ્લેખનીય છે કે, સોમવારે વિદેશ મંત્રાલય તરફથી જાણકારી આપી હતી કે, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની ચીની સ્ટેટ કાઉન્સિલર વાંગ યી સાથે વિસ્તારમાં શાંતિ જાળવવાને લઇ વાતચીત થઇ હતી. એ પણ વાત મહત્વની છે ક, LAC પાસેથી બંને દેશની સેના સમજૂતી સાથે હવે પાછળ હટી ગઇ છે.