કમિશનર વી સજ્જનારે જણાવ્યું હતું કે, 27-28 નવેમ્બરની રાત્રે મહિલા ડૉકટર પર ગેંગરેપ થયો હતો અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી હતી. આ પછી, શરીર સળગાવવામાં આવ્યું હતું. અમે સાઈનટીફિક પુરાવા ભેગા કર્યા અને નારાયણપેટમાંથી ચારેય આરોપીની ધરપકડ કરી હતી. આ પછી આરોપીઓના રિમાન્ડ પણ લેવામાં આવ્યા હતા.
શુક્રવારે 10 પોલીસ કર્મીઓ દ્વારા આરોપીઓને સીન રીક્રિએટ માટે લવાયા હતા તે સમયે ચાર પૈકી બે આરોપીઓએ પોલીસના બે હથીયાર ઝુટવી લીધા હતા. જે બાદ પોલીસે આરોપીઓને ચેતવણી આપી હતી, પરંતુ તેઓએ પોલીસ પર ફાયરિંગ શરૂ કરી હતી.
પત્રકાર પરિષદ કરતી વખતે પોલીસ કમિશનર વી. સજ્જનારે કહ્યું કે, 4 અને 5 ડિસેમ્બરે અમે ચારે આરોપીઓની પૂછપરછ કરી. આ પૂછપરછ દરમિયાન આરોપીએ મોબાઈલ, પાવર બેંક અને વોચ વિશે જણાવ્યું હતું. અમે આરોપીને આ વસ્તુઓ મેળવવા અને ગુનાનું સીન રીક્રિએટ કરવા સ્થળ પર લઈ ગયા હતા.