નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસને કારણે ચાલુ લોકડાઉન વચ્ચે આજે #WHO_With_Rahul ટ્વિટર પર ટોપ ટ્રેન્ડ કરી રહ્યું છે. આજે WHOએ એક ટ્વીટ કર્યું છે, જેમાં તેમણે વિશ્વના તમામ દેશોને કોરોના પ્રત્યે બેદરકાર ન રહેવા અને ધીમે ધીમે લોકડાઉન દૂર કરવા જણાવ્યું છે. તે જ સમયે, થોડા અઠવાડિયા પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ સરકારને સૂચન આપતી વખતે એવું જ કંઈક કહ્યું હતું કે લોકડાઉન ધીમે ધીમે ખતમ થવું જોઈએ.
હવે રાહુલ ગાંધીના સમર્થકો WHOના ટ્વિટને રાહુલના જ સૂચનને આગળ વધારવાનો પ્રયાસ જણાવી રહ્યા છે અને ખૂબ ઉત્સાહિત થઈ રહ્યા છે. #WHO_With_Rahul આજે ટ્વિટર પર ટોપ ટ્રેન્ડ કરી રહ્યું છે. જૂઓ રાહુલના સમર્થકો અને ચાહકો દ્વારા કરવામાં આવેલા કેટલાક ટ્વીટ્સ ...