ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોણ છે આ મહિલા, જે અભિનંદનને વાઘા બોર્ડર સુધી છોડવા આવેલા? - pakistan

ન્યૂઝ ડેસ્ક: પાકિસ્તાને આખરે ભારતીય વાયુસેનાના પાયલટ અભિનંદનને વતનને સોંપી દીધા છે. શુક્રવારે રાત્રે 9 કલાકે પાકિસ્તાના રેંજર્સ અને વિદેશ વિભાગના અધિકારી અટારી-વાઘા બોર્ડર સુધી વિંગ કમાંન્ડર અભિનંદનને છોડવા આવ્યા હતાં. તે સમયે એક મહિલા પણ કમાંન્ડર અભિનંદનની સાથે હાજર હતી. જે મહિલા પર સૌ કોઇની નજર બની હતી અને સૌ કોઇને અનેક પ્રશ્નો ઉદભવતા હતા કે આખરે આ મહિલા છે કોણ?

સ્પોટ ફોટો

By

Published : Mar 2, 2019, 10:49 AM IST


વિંગ કમાંન્ડર અભિનંદનને અટારી-વાઘા બોર્ડર સુધી ચલાવીને લાવ્યા હતા. તે સમયે એ મહિલા પણ તેમની સાથે ચાલીને આવી હતી. આ મહિલા પાયલટ કમાંન્ડર અભિનંદનની ના તો પત્નિ હતા કે ન તો તેમની કોઇ સંબંધી. આ મહિલા પાકિસ્તાન વિદેશ વિભાગમાં ભારતીય મામલાની ડાયરેક્ટર છે. જેનુ નામ ડૉ. ફરિહા બુગતી છે. ફરિહા બુગતી પાકિસ્તાન વિદેશ સેવા (FSP)ની અધિકારી છે. જે ભારતીય વિદેશ સેવા (IFS)ને સમકક્ષ છે.

મહત્વનું છે કે ડૉ. ફરિહા બુગતી ભારતીય નૌસેનાના ભૂતપૂર્વ અધિકારી કુલભૂષણ જાધવના કેસ સાથે પણ જોડાયેલા છે. ગત વર્ષે જ્યારે જાધવના માતા અને પત્નિ તેને મળવા પાકિસ્તાન ગયા હતાં, ત્યારે પણ ડૉ. ફરિહા બુગતી ત્યાં હાજર હતાં.

ABOUT THE AUTHOR

...view details