ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એક મહાન સમાજ સુધારક, લેખક, શૈક્ષણિક અને સંસ્કૃતના પ્રકાંડ વિદ્ધાન હતા. મહિલાઓનું શિક્ષણ અને તેમની પરિસ્થિતિમાં ક્રાંતિકારી બદલાવ લાવવાનો શ્રેય તેમના ફાળે જાય છે. તેઓ બાળ વિવાહ અને બહુવિવાહ જેવી સામાજિક કુરીતિઓના વિરોધી હતા. વિધવા વિવાહના સમર્થનમાં તેઓએ મોટું આંદોલન કર્યું હતું. પોતાના પુત્રના લગ્ન પણ વિધવા સાથે કર્યા હતા.
તેમના અથાગ પ્રયત્નના કારણે જ વર્ષ 1856માં વિધવા વિવાહ નાબુદ કરી શક્યા જેના કારણે વિધવાઓના વિવાહને એક કાનૂની દરજ્જો મળ્યો. આ પહેલા તેને સામાજિક રીતે કલંકના દ્રષ્ટિકોણથી જોવામાં આવતું હતું. તેમણે મેટ્રોપૉલિટન વિદ્યાલય સહિત ઘણી છોકરીઓ શિક્ષણ મેળવી શકે તે માટે તેમણે શાળા પણ ખોલાવી હતી.