નવી દિલ્હીઃ આજે પુલવામા હુલમાને એક વર્ષ પૂરું થયું છે. દેશભરના લોકોને હુમલામાં શહીદ થયેલા 40 જવાનોને શ્રદ્ધાંજલિ આર્પી રહ્યાં છે. ત્યારે રાહુલ ગાંધી આ હુમલા માટે સરકારને જવાદાર ગણાવી રહ્યાં છે.
પુલવામા હુમલાની પહેલી પુણ્યતિથીએ રાહુલ ગાંધીના સરકાર પર શાબ્દિક પ્રહાર - 14 ફેબ્રુઆરી ન્યૂઝ
આજે પુલવામા હુમલામાં શહીદ 40 જવાનોની પહેલી પુણ્યતિથી છે. જે નિમિત્તે રાજકીય નેતાઓ સહિત અનેક લોકો સોશિયલ મીડિઆ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ હુમલાની વાત કરતાં સરકારને આડે હાથ લેતા કેટલાંક પ્રશ્નો પૂછ્યા હતા.
rahul
આ અંગે તેમણે સતાધારી સરકારને પ્રશ્ન કર્યા હતા કે, આ હુમલાથી કોનો ફાયદો થયો ?? શું પરિણામ આવ્યું?? કંઈક જ નહીં. અરે....હજુ સુધી એ પણ બહાર આવ્યું નથી કે, આ હુમલા માટે સરકારમાંથી અનુમતિ કોણે આપી હતી. તો સુરક્ષાલક્ષી પ્રશ્ન સુધી પહોંચવાની વાત જ દૂર રહી. આમ, મોદી સરકારના નિર્ણયને વખોડતા રાહુલ ગાંધીને મોદી સરકારની ટીકા કરી હતી.
ઉલ્લેખની છે કે, આ જવનાનોની યાદમાં એક સ્મારક બનાવવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન શુક્રવારે એટલે આજે કરવામાં આવશે.