ગુજરાત

gujarat

ETV Bharat / bharat

OMG ! ગધેડા પર સવાર થઈ નામાંકન ભરવા પહોંચ્યો ઉમેદવાર, નામાંકન રદ કર્યું - nomination

જહાનાબાદ: સમગ્ર દેશમાં હાલ લોકસભા ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે આ ચૂંટણીમાં અજબ ગજબને ખેલ જોવા મળી રહ્યા છે. આવો જ એક ઉમેદવાર બિહારના જહાનાબાદમાં જોવા મળ્યો છે. જ્યાં એક ઉમેદવારને કંઈ હાથમાં ન આવ્યો તો આ ભાઈ ગધેડા પર સવાર થઈ નામાંકન ભરવા પહોંચ્યા હતાં. અગત્યનું એ છે કે, આ ઉમેદવારને ગધેડા પર સવાર થઈ નામાંકન ભરવું મોંધુ પડ્યું છે.

file

By

Published : May 2, 2019, 1:38 PM IST

બિહારના જહાનાબાદથી અપક્ષ ઉમેદવાર મણિભૂષણ શર્મા ગધેડા પર ઉમેદવારી ભરવા પહોંચ્યા તો તેઓ પણ હસતા જતા હતા અને આજૂ બાજુના લોકો પણ હસતા જોવા મળી રહ્યા હતાં. અમુક લોકો આશ્ચર્યચકિત થઈ આ બધું જોઈ રહ્યા હતાં. તેમનું કહેવું છે કે, ગધેડો વફાદાર પ્રાણી છે. તથા મહેનતું અને કર્મઠ પ્રાણી છે. તેને મારો તો પણ તે સહન કરતો હોય છે. તેના પર બળજબરી પૂર્વક કામ કરી રહ્યો હોય છે. તેમ છતા પણ તેનું અપમાન થતું નથી.

ગધેડા પર સવાર થઈ નામાંકન ભરવા પહોંચ્યો ઉમેદવાર

જનતા માટે ગધેડાની જેમ કામ કરીશ
મણિ ભૂષણ શર્માએ જણાવ્યું હતું કે, જો હું ચૂંટણી જીતી જઈશ તો તો જિલ્લામાં ભ્રષ્ટાચાર તથા અપરાધ બંધ કરાવી દઈશ. તેમણે કહ્યું હતું કે, લોકો ગધેડાને મારે છે તેમ છતાં તે કામ કરે છે તેથી હું પણ આવી રીતે કામ કરીશ.

નામાંકન રદ થયું, પશું ક્રુરતા કાયદાને કારણે ફરિયાદ નોંધાઈ
નામાંકનમાં ગધેડાનો ઉપયોગ કરતા તેમનું નામાંકન રદ થયું છે ઉપરાંત તેમના પર પશુ ક્રુરતા અધિનિયમ અંતર્ગત તેમના પર ફરિયાદ પણ નોંધાઈ છે.

ABOUT THE AUTHOR

...view details