ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વોટ્સએપે જાસૂસી મામલે અફસોસ વ્યક્ત કર્યો - pegasus snooping row

નવી દિલ્લી : વોટસએપે જાસૂસી મામલાં પર અફસોસ જાહેર કર્યો છે. વોટ્સએપ પેગાસસ સ્પાઈવેર (Pegasus Spyware) દ્વારા અંદાજે 17 ભારતીયોની જાસૂસી પર કેન્દ્ર સરકારને લેખિત જવાબ આપ્યો છે.

etv bharat

By

Published : Nov 21, 2019, 11:41 AM IST

Updated : Nov 21, 2019, 12:08 PM IST

આજના સમયમાં બધા જ લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. ત્યારે વોટ્સએપે જાસુસી મામલે અફસોસ વ્યકત કર્યો છે. વોટસએપે પેગાસસ સ્પાઈવેર દ્વારા અંદાજે 17 ભારતીયોની જાસુસી કરવા અંગે કેન્દ્ર સરકારે એક લેખિત જવાબ આપ્યો છે.આ મામલે સરકારને સુત્રોએ જણાવ્યું કે, વોટ્સએપ સુરક્ષાનો ઉપાય કરી રહ્યા છે.

જણાવવામાં આવે કે, ગત્ત મહિને ફેસબુકે સ્વામિત્વવાળી કંપનીને જણાવ્યું કે, ભારતીય પત્રકાર અને માનવધિકાર કાર્યકર્તા પણ સામેલ છે. જે પેગારસ સ્પાઈવેયરનો ઉપયોગ કરતા અનામી સંસ્થાઓ દ્વારા વિશ્વ સ્તર પર જાસૂસી કરવામાં આવી હતી.

વોટ્સએપે સ્પાઈવેયરને ઈઝરાયલ સ્થિત NSO ગ્રુપ દ્વારા વિકસિત કરવામાં આવી છે.જેનો ઉપયોગ ભારતના 121 ઉપયોગકર્તાઓ સહિત વૈશ્વિક સ્તર પર અંદાજે 1,400 ઉપયોગકર્તાઓને સ્નૂપ કરવા માટે કરવામાં આવ્યો છે.

આ મામલે સરકાર દ્વારા જાહેર કરાયેલી નોટીસનો જવાબ આપતા વોટસએપે કહ્યું કે, તે સપ્ટેમ્બરમાં ભારતીય કોમ્પ્યુટર આપાતકાલીન ટીમ (CRT-IN)ને સતર્ક કરવામાં આવી હતી. 121 ભારતીય ગ્રાહકોને પેગાસસ દ્વારા લક્ષિત કરવામાં આવ્યા છે.

વોટ્સએપે ઈમેઈલમાં કહ્યુ કે, કંપની ભારતમાં તેમના ગ્રાહકોની ગોપનીયતાની રક્ષા કરવા માટે મેસેજ અને કોલની સુરક્ષા આપવા પ્રતિબદ્ધ છે.ભારતમાં વોટસએપના 400 મિલિયનથી વધુ વપરાશકર્તા છે.

Last Updated : Nov 21, 2019, 12:08 PM IST

ABOUT THE AUTHOR

...view details