ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સપ્ટેમ્બરમાં સરકારને સ્પાઈવેર હુમલાની જાણકારી આપી હતી: વૉટ્સએપ - વૉટ્સએપ હેકિંગ

નવી દિલ્હી: વૉટ્સએપે સપ્ટેમ્બરમાં ભારત સરકારને જણાવ્યું હતું કે, 121 ભારતીય વપરાશકારોને ઈઝરાયલી સ્પાઈવેર પેગાસસે નિશાન બનાવી હતી. સૂચના મંત્રાલયે કહ્યું કે, વૉટ્સએપથી જે જાણકારી મળી હતી તે અપર્યાપ્ત અને અધુરી હતી.

વૉટ્સએપ

By

Published : Nov 3, 2019, 9:20 PM IST

સૂત્રો પ્રમાણે વૉટ્સએપે જાણકારી આપતા સરકાર દ્વારા તેને ગત અઠવાડીયે પેગાસસ સ્પાઈવેયરની ઘટના પર સ્પષ્ટીકરણ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. ઈઝરાયલી સ્પાઈવેરથી કથિત રીતે ભારત સહિત દુનિયામાં પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓની જાસૂસી કરવામાં આવી હતી.

IT મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે, વૉટ્સએપનો જવાબ મળી ગયો છે. જેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. તેની પર અંતિમ અભિપ્રાય નક્કી કરવામાં આવશે.

સરકારે ગત અઠવાડીયે જવાબ આપવાની ના પાડતા વૉટ્સએપે જણાવ્યું હતું કે, સરકારને સપ્ટેમ્બરમાં આ વિશે સતર્ક કરવામાં આવી હતી. મે મહિનામાં જાણકારી આપ્યા બાદ સપ્ટેમ્બરમાં બીજી વખત સરકારને જાણકારી આપવામાં આવી હતી.

આ પણ વાંચો....જાસૂસી કાંડ: કોંગ્રેસનો આક્ષેપ, પ્રિયંકા ગાંધીનું વોટ્સએપ પણ હેક

આઈટી મંત્રાલયના અધિકારીઓ આ વાતને માની કે, તેમણે પહેલા પણ વૉટ્સએપથી આ વિશે જાણકારી મળી હતી. પરંતુ, તેમણે પહેલા મળેલી જાણકારી અધુરી હતી. જેમાં ઘણી ટેકનિકલ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

વૉટ્સએપે કહ્યું કે, તેઓ NSO ગ્રુપની સામે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. NSOએ લગભગ 1,400 લોકોના ફોન હેક કર્યા હતાં. જેમાં રાજકિય પાર્ટીઓના નેતાઓ, પત્રકારો અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ સામેલ છે.

આ પણ વાંચો...સ્પાઈવેયર મુદ્દે IT ખાતાએ વ્હોટ્સએપ પાસે જવાબ માંગ્યો

વૉટ્સએપે કહ્યું કે, આશરે 1,400 વપરાશકારોના વિશેષ વૉટ્સએપના મેસેજથી તેની જાણકારી આપવામાં આવી હતી. કંપનીને લાગે છે કે, આ વ્યકિત માલવેરથી પ્રભાવિત થયા છે. કંપનીએ ભારતમાં સ્પાઇવેર હુમલાથી પ્રભાવિત થયેલા લોકોની સંખ્યા નથી જણાવી. પરંતુ, અમારા પ્રવક્તાએ એક અઠવાડીયામાં અમે જે લોકોનો સંપર્ક કર્યો તેમાં ભારતીય યુઝર્સ સામેલ હતાં.

દુનિયામાં વૉટ્સએપનો ઉપયોગ કરવાની સંખ્યા ડોઢ અરબ છે. ભારતમાં આશરે 40 કરોડ લોકો વૉટ્સએપનો ઉપયોગ કરે છે.

ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલની ગુપ્ત કંપની NSOએ આ ડેટા હેક કર્યાં છે.

ABOUT THE AUTHOR

...view details