ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના મુદ્દે અફવા રોકવા WhatsAppની મોટી કાર્યવાહી, હવે એક વ્યક્તિને જ મેસેજ ફોરવર્ડ કરી શકાશે - મેસેજ ફોરેવર્ડ

દુનિયામાં કોરોનાની દહેશત છે, ત્યાં વર્તમાન સમયમાં કોરોના મુદ્દે વિવિધ અફવાઓ ફેલાતી રહી છે. આ અફવાઓને રોકવા વોટ્સએપ પર ફોરવર્ડેડ મેસેજની મર્યાદા વધુ ચુસ્ત કરી દેવાઈ છે. હવે એકને જ મેસેજ ફોરેવર્ડ કરી શકાશે. આ અગાઉ એક મેસેજ એક સાથે 5 વ્યક્તિને મોકલી શકાતો હતો. જે હવે એ એક સમયે કોઈ એક વ્યક્તિને જ ફોરવર્ડ કરી શકાશે.

whatsapp-introduces-a-limit-so-that-the-messages-can-only-be-forwarded-to-one-chat-at-a-time
કોરોના મુદ્દે અફવા રોકવા WhatsAppની મોટી કાર્યવાહી

By

Published : Apr 7, 2020, 4:20 PM IST

નવી દિલ્હીઃ દુનિયામાં કોરોનાની દહેશત છે, ત્યાં વર્તમાન સમયમાં કોરોના મુદ્દે વિવિધ અફવાઓ ફેલાતી રહી છે. આ અફવાઓને રોકવા વોટ્સએપ પર ફોરવર્ડેડ મેસેજની મર્યાદા વધુ ચુસ્ત કરી દેવાઈ છે. હવે એકને જ મેસેજ ફોરેવર્ડ કરી શકાશે. આ અગાઉ એક મેસેજ એક સાથે 5 વ્યક્તિને મોકલી શકાતો હતો. જે હવે એ એક સમયે કોઈ એક વ્યક્તિને જ ફોરવર્ડ કરી શકાશે.

કોરોના વાઇસરની મહામારી વચ્ચે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પણ એટલું જ ત્રાસદાયક સંકટ બની રહી છે. સોશિયલ મીડિયાથી લોકોમાં લોકજાગૃતિને બદલે ખોટી માહિતી ફેલાતી અફવાઓ ફલાઈ રહી છે. જેને રોકવા માટે વોટ્સએપ પોતાની પોલીસીમાં બદલાવ લાવવાનો નિર્ણય કર્યો છે. વોટ્સએપ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયું છે કે, હવે મેસેજ ફોરવર્ડ કરવાની મર્યાદા વધુ ચુસ્ત બનાવવામાં આવશે.

અગાઉ અનલિમિટેડ ફોરવર્ડની પોલિસી બદલીને વોટ્સએપે એક સમયે એક સાથે 5 વ્યક્તિને ફોરવર્ડ થઈ શકે એવી જોગવાઈ કરી હતી. હવે કોરોના સંકટ વખતે વધુ ચુસ્તતા લાદવામાં આવી છે. જેથી હવે એક સાથે એક જ વ્યક્તિને મેસેજ ફોરવર્ડ થઈ શકશે. આમ થવાથી મેસેજ પ્રસારની ઝડપ પર અંકૂશ લાવવામાં આવશે. જેથી વોટ્સએપમાંથી ફેલાતી અફવાઓ પર અંકુશ લાગશે.

ABOUT THE AUTHOR

...view details