પ્રથમ અધિકૃત પ્રતિક્રિયામાં Whatsapp ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કંપની તમામ ભારતીય નાગરિકોની ગોપનીયતાની સુરક્ષાની જરૂરિયાત અંગે ભારત સરકારના કડક નિવેદન સાથે સહમત છે.
ભારતીય વપરાશકર્તાઓની ગોપનીયતાની સુરક્ષા માટે પ્રતિબદ્ધ: Whatsapp - WhatsApp
નવી દિલ્હીઃ 1 નવેમ્બર (આઈએનએસ) ફેસબુકની માલિકીની Whatsapp એ શુક્રવારે જણાવ્યું હતું કે, તે ભારત સરકારની માંગ સાથે સહમત છે. જેમાં લાખો ભારતીયોના ગોપનીયતાની સુરક્ષાને સ્પષ્ટ કરવા કહેવામાં આવ્યું છે. કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે ગુરુવારે જણાવ્યું હતું કે સરકાર મેસેજિંગ પ્લેટફોર્મ Whatsapp પર ભારતના નાગરિકોની ગોપનીયતાના ઉલ્લંઘન અંગે ચિંતિત છે.

ભારતીય વપરાશકર્તાઓની ગોપનીયતાની સુરક્ષા માટે પ્રતિબદ્ધ, વોટ્સએપ
પ્રવક્તાએ જણાવ્યું કે, તેથી જ અમે સાયબર હુમલો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી છે. Whatsapp તમામ ગ્રાહકોના સંદેશાઓની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.
ગૃહ મંત્રાલયે Whatsapp વિવાદ પર એક અલગ નિવેદન જાહેર કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ગોપનીયતાના અધિકાર સહિત નાગરિકોના મૂળ અધિકારોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે અને ગોપનીયતાના ભંગ માટે જવાબદાર કોઈપણ મધ્યસ્થ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
TAGGED:
Whatsapp news