નવી દિલ્હીઃ યુપીના કાનપુર અથડામણનો મુખ્ય આરોપી વિકાસ દુબે દિલ્હીમાં સરેન્ડર કરી શકે છે. કાયદાના નિષ્ણાતો કહે છે કે, વિકાસ દુબેને સરેન્ડર સિવાય આગોતરા જામીનની અરજી દાખલ કરવા માટે કાયદાકીય રસ્તો છે. દિલ્હી હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી રહેલા વકીલ અરૂણકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, વિકાસ દુબે દિલ્હી, રાજસ્થાન અને છત્તીસગઢમાં સરેન્ડર કરી શકે છે.
કાનપુર અથડામણના મુખ્ય આરોપી વિકાસ દુબે માટે હવે શું રસ્તો છે? - કાનપુર અથડામણ
યુપીના કાનપુર અથડામણનો મુખ્ય આરોપી વિકાસ દુબે દિલ્હીમાં સરેન્ડર કરી શકે છે. કાયદાના નિષ્ણાતો કહે છે કે, વિકાસ દુબેને સરેન્ડર સિવાય આગોતરા જામીનની અરજી દાખલ કરવા માટે કાયદાકીય રસ્તો છે. દિલ્હી હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી રહેલા વકીલ અરૂણકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, વિકાસ દુબે દિલ્હી, રાજસ્થાન અને છત્તીસગઢમાં સરેન્ડર કરી શકે છે.
અરુણ ગુપ્તા કહે છે કે, લોકડાઉનને કારણે દેશભરની કોર્ટ યોગ્ય રીતે કાર્ય કરી રહી નથી. ડ્યૂટી મેજિસ્ટ્રેટ પોતાના ઘરેથી કામ કરી રહ્યાં છે. વકીલ અરૂણ ગુપ્તાના મતે, જ્યાં સુધી આખરે અદાલત કોઈને દોષિત ઠેરવતી નથી, ત્યાં સુધી કોઈપણ વ્યક્તિને દોષિ માનવામાં આવતી નથી. આરોપીઓને જે અધિકાર આપવામાં આવે છે, તે અંત સુધી આપવામાં આવે છે. તેમણે કહ્યું કે, મુંબઈ હુમલાના આરોપી કસાબને પણ અંતિમ ક્ષણ સુધી તક આપવામાં આવી હતી. નિર્ભયા ગેંગરેપના દોષિતોએ પણ તમામ હકનો ઉપયોગ કર્યો હતો. અરૂણ ગુપ્તાના કહેવા પ્રમાણે, જો વિકાસ દુબે દિલ્હી કોર્ટમાં શરણે જાય તો પણ યુપી પોલીસ તેને રિમાન્ડ પર લઇ શકે છે. અને તેને યુપી લઈ જઈને પૂછપરછ કરી શકે છે.