ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સ્ક્રબ ટાયફસ અને તેનાથી બચવાના ઉપાયો શું છે ? - સ્ક્રબ ટાયફસના લક્ષણો

હાલમાં એક તરફ જ્યાં ભારતના ઘણા રાજ્યોમાં Covid-19ના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યાં બીજી તરફ નાગાલેન્ડના નોકલાક જીલ્લા વહિવટી તંત્ર દ્વારા એક નવા રોગચાળા વિશે માહિતી નોંધવામાં આવી છે. હાલમાં ‘સ્ક્રબ ટાયફસ’નો ફેલાવો થવાનું નોકલાક જીલ્લા વહિવટી તંત્રના ધ્યાનમાં આવ્યુ છે. નોકલાકમાં જાન્યુઆરીથી કુલ 618 પોઝીટીવ કેસ નોંધાયા છે અને ઓછામાં ઓછા 5 લોકો આ રોગના ચેપનો ભોગ બન્યા છે પરંતુ સવાલ એ છે કે આ નવી બીમારી શું છે ?

સ્ક્રબ ટાયફસ
સ્ક્રબ ટાયફસ

By

Published : Sep 23, 2020, 6:42 AM IST

ન્યૂઝ ડેસ્ક: હાલમાં એક તરફ જ્યાં ભારતના ઘણા રાજ્યોમાં Covid-19ના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યાં બીજી તરફ નાગાલેન્ડના નોકલાક જીલ્લા વહિવટી તંત્ર દ્વારા એક નવા રોગચાળા વિશે માહિતી નોંધવામાં આવી છે. હાલમાં ‘સ્ક્રબ ટાયફસ’નો ફેલાવો થવાનું નોકલાક જીલ્લા વહિવટી તંત્રના ધ્યાનમાં આવ્યુ છે. નોકલાકમાં જાન્યુઆરીથી કુલ 618 પોઝીટીવ કેસ નોંધાયા છે અને ઓછામાં ઓછા 5 લોકો આ રોગના ચેપનો ભોગ બન્યા છે પરંતુ સવાલ એ છે કે આ નવી બીમારી શું છે ?

સેન્ટર ફોર ડીસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન (CDC)ના જણાવ્યા પ્રમાણે, “સ્ક્રબ ટાયફસ કે જે બશ ટાયફસ તરીકે પણ ઓળખાય છે તે ઓરીએન્ટા ત્સુત્સુગમુશી નામના બેક્ટેરીયાથી ફેલાય છે. સ્ક્રબ ટાયફસ ચેપગ્રસ્ત ચીગર (લાર્વા)ના કરડવાથી લોકોમાં ફેલાય છે. સ્ક્રબ ટાયફસના મોટાભાગના કેસ દક્ષિણ-પૂર્વ એશીયા, ઇન્ડોનેશીયા, ચીન, જાપાન, ભારત અને ઉત્તર ઓસ્ટ્રેલીયાના અંતરીયાળ વિસ્તારોમાં નોંધાયા છે. જ્યાં સ્ક્રબ ટાયફસ નોંધાયો છે તેવા વિસ્તારમાં અથવા ત્યાં મુસાફરી કરનાર કોઈ પણ વ્યક્તિ સ્ક્રબ ટાયફસથી સંક્રમીત થઈ શકે છે.”

લક્ષણો

ચેપગ્રસ્ત ચીગરના કરડ્યા બાદ અથવા આ રોગનો ચેપ લાગ્યા બાદના દસ દિવસની અંદર આ રોગના લક્ષણો જોવા મળે છે. CDCએ જણાવ્યા પ્રમાણેના લક્ષણો આ પ્રમાણે છે.

  • ઠંડી લાગવી અને તાવ આવવો
  • માથામાં દુખાવો થવો
  • શરીરમાં અને સ્નાયુમાં દુખાવો થવો
  • ચીગરના ડંખની જગ્યાનો ભાગ ઘેરો બનવો (જેને એસ્ચર તરીકે પણ ઓળખી શકાય છે)
  • માનસીક સ્થીતિમાં બદલાવ આવે છે જેમાં મૂંઝવણથી લઈને કોમા સુધીની સમસ્યા થઈ શકે છે.
  • મોટી લસીકા ગાંઠો થઈ શકે છે
  • ફોલ્લીઓ થવી

“જો વધુ પ્રમાણમાં આ બીમારી હોય તો વ્યક્તિના અંગો કામ કરવાનું બંધ કરે છે અને તેમને રક્તસ્ત્રાવ પણ થઈ શકે છે માટે જો સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ સાબીત થઈ શકે છે.”

નિદાન

સ્ક્રબ ટાયફસના લક્ષણો અન્ય કેટલાક રોગના લક્ષણો જેવા જ હોય છે અને માટે જ તેનો ફર્ક કરવો મુશ્કેલ છે. જો કે જો તમે ઉપર આપેલા કોઈ લક્ષણ ધરાવો છો અથવા જ્યાંથી આ રોગ ફેલાઈ રહ્યો છે તેવા વિસ્તારની મુલાકાત લીધી છે અથવા ત્યાં રહ્યા છો તો તમારા ડૉક્ટરની મુલાકાત લો અને તેમને તમારી મુસાફરી વીશે માહિતગાર પણ કરો. સામાન્ય રીતે લોહીનો એક રીપોર્ટ કરવામાં આવે છે. ત્યાર બાદ લક્ષણોના આધારે સ્કીન બાયોપ્સી, વેસ્ટર્ન બોલ્ટ ઇમ્યુનોફ્લોરોસેન્સ એસે (IFA) જેવા અન્ય રીપોર્ટ કરવામાં આવે છે.

સારવાર

આ રોગના નિદાન માટે CDC આ પ્રકારની સારવારની ભલામણ કરે છે:

  • સ્ક્રબ ટાયફસની સારવાર એન્ટીબાયોટીક ડોક્સીસાઇલિનથી થવી જોઈએ. ડોક્સીસાઇલીનનો ઉપયોગ કોઈ પણ વયની વ્યક્તિ માટે થઈ શકે છે.
  • જેવા કે લક્ષણો દેખાય કે તરત જ દર્દીને આપવામાં આવેલી એન્ટીબાયોટીક્સ સૌથી વધુ અસરકારક સાબીત થઈ શકે છે.
  • જે દર્દીની ડોક્સીસાઇલિનથી ઝડપથી સારવાર શરૂ કરવામાં આવે તે સામાન્ય રીતે ઝડપથી સ્વસ્થ થાય છે.
  • તેથી, ઉપરોક્ત લક્ષણોમાંના એક પણ લક્ષણ દેખાવાની સાથે તમારા ડોક્ટરની સલાહ લો.

આ રોગનું નિવારણ

રોગથી સંક્રમિત થયા બાદ તેની સારવાર લેવી તેના કરતા રોગને લાગુ થવાથી અટકાવવો એ વધુ સારૂ છે. તદુપરાંત આ રોગની રસીની શોધ હજુ સુધી નથી થઈ માટે સ્ક્રબ ટાયફસથી બચવાના કેટલાક ઉપાયો આ પ્રમાણે છે.

  • જ્યાં આ રોગથી ચેપ લાગવાનો ભય વધુ હોય ત્યાં મુસાફરી કરવાનું ટાળો.
  • જો તમારે આ વિસ્તારોમાં પ્રવાસ કરવો ફરજીયાત હોય તો પણ ગાઢ વનસ્પતિ વાળા વિસ્તારોમાં, કે જ્યાં ચીગર હોવાનો ભય હોય છે, ત્યાં જવાનું ટાળો.
  • તમારી સાથે ઇન્સેટ રેપેલન્ટ રાખો અને તેના પર લખેલી સુચનાઓ પ્રમાણે તેનો ઉપયોગ કરો.

CDC દ્વારા કરવામાં આવેલી અન્ય કેટલીક ભલામણો:

  • કપડા કે અન્ય વસ્તુને પ્રીમીથ્રીન કરો અથવા પ્રીમીથ્રીન કરેલી વસ્તુઓ જ ખરીદો
  • પ્રીનીથ્રીન ચીગર્સને મારી નાખે છે અને તે કપડા, બુટ તેમજ કેમ્પીંગ ગીયર માટે ઉપયોગમાં લઈ શકાય છે.
  • કેટલીક વખત કપડાને ધોયા પછી તે સુરક્ષીત બની જાય છે. કેટલા સમય સુધી આ સુરક્ષા રહેશે તે જાણવા માટે વસ્તુ પર આપેલી માહિતીમાંથી જાણકારી મેળવો.
  • જો તમે તમારી જાતે વસ્તુને ટ્રીટ કરી રહ્યા છો તો સૌથી પહેલા વસ્તુ પર આપેલી સુચનાઓનું કાળજીપૂર્વક પાલન કરો.
  • સીધી તમારી ચામડી પર પ્રીમીથ્રીન પ્રોડક્ટસનો ઉપયોગ ન કરો, તે તમારા કપડાની સારવાર કરવા માટે છે.

ભારતના અમુક ભાગોમાં સ્ક્રબ ટાયફસની કોઈ અસર નથી પરંતુ એવા વિસ્તારોમાં કે જ્યાં સ્ક્રબ ટાયફસના કેસ જોવા મળે છે ત્યાં મુસાફરી કરતી વખતે ખુબ જ કાળજી રાખવી જરૂરી છે. આ રોગનું રસીકરણ વ્યવસાયીક રીતે ઉપલબ્ધ ન હોવાથી રોગનિવારક પગલાઓને અનુસરીને કોઈ પણ લક્ષણની શરૂઆત પર ડૉક્ટરની સલાહ લેવી ખુબ જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details