ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારત-ચીન તણાવને લઇ રાહુલ ગાંધીએ ફરીથી ઉઠાવ્યા સવાલ , જેપી નડ્ડાનો વળતો જવાબ

લદ્દાખમાં સંવાદ બાદ ભારતીય અને ચીની સૈન્ય LAC પરથી પાછળ હટી રહ્યું છે. જો કે, આ મામલે સરકાર અને સંરક્ષણ નિષ્ણાતોના અભિપ્રાયમાં મતભેદ છે. હાલમાં જ રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. તેમના સવાલ પર જેપી નડ્ડાએ વળતો જવાબ આપ્યો હતો.

રાહુલ ગાંધી
રાહુલ ગાંધી

By

Published : Jul 12, 2020, 5:07 PM IST

નવી દિલ્હી: લદ્દાખની ગલવાન ખીણમાં ભારત અને ચીનની સેના વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિઓ સર્જાઇ છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી છેલ્લા કેટલાક સમયથી આ મુદ્દે સરકારને સવાલો કરી રહ્યા છે. રવિવારે પણ રાહુલે ટ્વીટ કરીને કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. રાહુલે લખ્યું, 'એવું તો શું બન્યું કે મોદીજીના રહેતા ચીને ભારતની પવિત્ર ભૂમિ છીનવી લીધી?'

રાહુલના આ ટ્વિટ બાદ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે વર્ચુઅલ રેલી દરમિયાન કહ્યું, "રાહુલ ગાંધી વારંવાર ચીન મુદ્દે સવાલો ઉભા કરી રહ્યા છે. ભારતના લોકો જાણે છે કે ડોકલામ વિવાદ દરમિયાન તમે ચીનના રાજદૂત સાથે મુલાકાત કરી રહ્યા હતા."જે.પી.નડ્ડાએ કહ્યું કે રાહુલ ગાંધીએ લોકોને ગેરમાર્ગે દોર્યા, ચીની રાજદૂતે જ્યારે ઓનલાઇન તેમના ફોટો મુક્યા ત્યારે દેશને આ વાતની જાણ થઇ હતી.

આ પહેલા 4 જુલાઈએ રાહુલે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, દેશભક્તો લદ્દાખી ચીની આક્રમણ સામે અવાજ ઉઠાવી રહ્યા છે અને સરકારને તેઓની વાત સાંભળવા કહે છે. તેમની ચેતવણીને અવગણવી ભારતને મોંઘી પડી શકે છે.

ABOUT THE AUTHOR

...view details