હૈદરાબાદ : આગામી દાયકામાં જે પરિવર્તનો આવવાના હતાં, તે વર્તમાન દાયકામાં જ શક્ય બન્યાં છે. આ પરિવર્તનો ખાસ કરીને, અનેક નિગમો અને કંપનીઓએ તેમનાં કામકાજમાં અપનાવેલાં આધુનિકીકરણ અને નવતર પદ્ધતિઓના કિસ્સામાં જોવા મળે છે. ચીન આવા જ વિકાસનું એક સચોટ ઉદાહરણ છે. ચીનમાં મોટા ભાગની વાણિજ્યિક પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ છે. હાલમાં ચીને જે પગલાં અને પ્રક્રિયાઓ અપનાવ્યાં છે, તેવાં જ પગલાં અને પ્રક્રિયાઓ અન્ય દેશો પણ અપનાવે તે જરૂરી છે.
કોવિડ-19માંથી મેળવેલી શિખામણ ઓફિસો અદ્યતન બની કામ કરવાની નવતર પદ્ધતિઓ શરૂ થઈ આ પદ્ધતિઓ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે ખર્ચ ઘટે તેવાં પગલાં લેવાયાં ઓફિસોનો માહોલ ચીનમાં કંપનીઓએ મોટા ભાગનાં કાર્યો યુદ્ધના ધોરણે શરૂ કર્યાં છે. તેમણે કામકાજ શરૂ કરવા માટે ‘સિક્સ-ફૂટ ઓફિસ’ એજન્ડા અપનાવ્યો છે. આ પદ્ધતિમાં ઓફિસમાં કામ કરી રહેલા કર્મચારીઓની બેઠક વ્યવસ્થામાં પ્રત્યેક કર્મચારી વચ્ચે ઓછામાં ઓછું છ ફૂટનું અંતર હોવું જોઈએ.
છ ફૂટના સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોની આવશ્યકતાને અનુરૂપ ઓફિસોનું ઈન્ટિરિયર બદલવામાં આવ્યું છે. ભારતમાં પણ કેટલીક ઓફિસોએ આ માટેનાં પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. આ રીતે, કર્મચારીઓને વિશ્વાસ બેસશે કે તેઓ તંદુરસ્ત વાવાતરણમાં કામ કરી રહ્યા છે. આ નવા સામાન્ય વિશ્વમાં ડેસ્ક એ રીતે ગોઠવાયેલાં હશે, જેમાં બે ડેસ્ક વચ્ચે ઓછામાં ઓછું છ ફૂટનું અસર હોય. કંપનીઓ આગામી કેટલાક મહિનાઓમાં કોરોનાને ટાળવા તેમજ તેનું પરસ્પર પ્રસરણ અટકાવવા માટે આ અભિગમ અપનાવે તેવી સંભાવના છે.
કર્મચારીઓના પ્રવેશની પદ્ધતિ એ રીતે ગોઠવાશે, જેમાં ચહેરાની ઓળખ કરતું સોફ્ટવેર વાપરવામાં આવશે અથવા તેમના ફોનમાં ક્યુઆર કોડનો ઉપયોગ કરાશે, જેથી ઓફિસમાં પ્રવેશવા માટે કોઈ પણ પ્રકારનો સ્પર્શ કે પાસને સ્વાઈપ કરવાની મશીનરીનો ઉપયોગ ટાળી શકાય. કંપનીઓ કામકાજના સ્થળે એર-પ્યોરિફિકેશન સિસ્ટમ્સ નાંખવામાં રોકાણ વધારે તેવી સંભાવના છે.
ઓફિસમાં ચાલતી વખતે સ્ટાફ વન વે પદ્ધતિનો ઉપયોગ કરે. એ રીતની ગોઠવણ કરાય, જેમાં એકબીજાને મળવાની સંભાવનાઓ ટાળી શકાય અને તેને પગલે વાયરસનું સંપર્ક દ્વારા થતું પ્રસરણ અટકે. નવતર સંશોધનો હાલના સંજોગોમાં અને નજીકના ભવિષ્યમાં પણ લોકો કંપનીઓની મુલાકાત લઈને પ્રોડક્ટ્સ રૂબરૂમાં ખરીદવા ઈચ્છે નહીં એવું બને. વેચાણમાં ઘટાડા સંદર્ભે આ બાબત ચિંતાજનક છે. આ પ્રકારની સમસ્યાઓનો ઉકેલ લાવવા કંપનીઓ તેમના ગ્રાહકો સુધી વર્ચ્યુઅલી એટલે કે ડિજિટલ માધ્યમો દ્વારા પહોંચવાના પ્રયાસ કરી રહી છે. મોટા ભાગની કંપનીઓ આ જ દિશામાં વિચારી રહી છે.
“એક્સ્પિરિયન્સ ફ્રોમ હોમ” - કંપનીઓનું આ નવું સ્લોગન છે. આને પગલે લોકોની ખરીદીની ટેવ બદલાશે. લોકોને ઘેર બેઠાં પોતે શૉરૂમમાં હોય તેવો અનુભવ કરાવવા માટે વર્ચ્યુઅલ રિયાલિટી એપ્લિકેશન્સ આવશે. ગ્રાહકો તેનાથી પ્રભાવિત થશે. ઓનલાઈન વેચાણો માટે કંપનીઓ પણ નવાં ઉત્પાદનો બજારમાં મૂકશે. નાઈકીએ ચીનમાં એર જોર્ડન્સ નામે લિમિટેડ એડિશન સ્નીકર્સનું ઓનલાઈન વેચાણ કર્યું. ભારતમાં કેટલીક ઓટોમોબાઈ કંપનીઓ ઓનલાઈન વેચાણોને પ્રોત્સાહન આપી રહી છે.
વોલ્વો જેવી કંપનીઓએ ઘેર બેઠાં જ નવ કાર નોંધાવવા માટે 'કોન્ટેક્ટલેસ પ્રોગ્રામ્સ' શરૂ કર્યાં છે. સુપરમાર્કેટ કંપનીઓએ ચીજવસ્તુઓની ફ્રી હોમ ડિલિવરી શરૂ કરી છે. ભવિષ્યમાં લોકડાઉનના નિયમો હળવા બને તો પણ કંપનીઓ લોકોને તેમનો કરિયાણાનો સામાન ખરીદવા સુપરમાર્કેટની મુલાકાત લેવા માટે પ્રોત્સાહિત નહીં કરે. એટલે જ આ કંપનીઓ કદાચ ભવિષ્યમાં પણ આ રીતે હોમ ડિલિવરી ચારુ રાખે તેવું બને.