ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નોવેલ કોરોના વાઇરસના સંક્રમણ વિશે આપણે શું જાણીએ છીએ? ભારતે શું પદાર્થપાઠ લેવો જોઇએ? - નોવેલ કોરોના વાઇરસ

નોવેલ કોરોના વાઇરસ સૌ પ્રથમ 2019માં ચીનના વુહાન શહેરમાં જોવા મળ્યો હતો જેને સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (સાર્સ)ના પરિવાર સાથે સંકળાયેલી એક નવી સમસ્યા તરીકે જોવામાં આવે છે. તેને કોવિડ-19 એવું નામ આપવામાં આવ્યું છે. કો નો અર્થ કોરોના, વીઆઇ વી નો અર્થ વાઇરસ અને ડી નો અર્થ ડિસિઝ થાય છે.

Novel Corona virus
નોવેલ કોરોના વાઇરસ

By

Published : Apr 8, 2020, 5:20 PM IST

ન્યૂઝ ડેસ્ક : આ વાઇરસના સંક્રમણના ચિહ્નોમાં તાવ, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ પડવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. (1) વધુ ગંભીર કિસ્સામાં ચેપ લાગવાથી ન્યૂમોનિયા થાય છે અથવા શ્વાસ લેવામાં ખુબ જ તકલીફ પડે છે. (2) કોવિડ-19નો ચેપ લાગ્યો હોય એવા મોટાભાગના લોકોને આરંભમાં થોડી થોડી કે થોડી વધુ શ્વસનતંત્રને લગતી બીમારી લાગુ પડે છે પરંતુ તેઓ કોઇ વિશેષ સારવાર લીધા વિના જ સાજા થઇ જાય છે. મોટી ઉંમર ધરાવતા અને કેન્સર, લાંબા સમયથી શ્વસનતંત્રને લગતી બિમારીથી પિડાતા, ડાયાબીટીસ, હૃદયરોગ સંબંધી બિમારીઓથી પિડાવા જેવી તબીબી સમસ્યાઓ ધરાવતા લોકોમાં રોગ વધુ ગંભીર સ્વરૂપ પકડી શકે છે, અને તેથી જ આ અત્યંત નબળા કહી શકાય એવા એક સમાજનું રક્ષણ કરીને આ વાઇરસના ચેપને વધુ ફેલાતો રોકવો અત્યંત જરૂરી છે.

જ્યારે કોઇ ચેપગ્રસ્ત વ્યક્તિ ખાંસી ખાય કે છીંક ખાય ત્યારે તેના મોંમાંથી ઉડતી લાળ કે લીંટના અત્યંત ઝીણા ઝીણા બિંદુની મદદથી કોરોના વાઇરસનો પ્રાથમિક રીતે ફેલાવો થાય છે, તેથી ખાંસી ખાવા બાબતે કે છીંક ખાવા બાબતે કેટલીક શિસ્ત જાળવવી (દૃષ્ટાંત તરીકે ખાંસી ખાતી વખતે કોણી થી મોંને ઢાંકી દેવું) આવશ્યક છે. વાઇરસ ચોંટી ગઇ હોય એવી કોઇ સપાટીનો સ્પર્શ કરવો અને બાદમાં તે હાથ વડે મોં, નાક કે આંખનો સ્પર્શ કરવાથી પણ આ વાઇરસ ફેલાઇ શકે છે. કોવિડ-19 વાઇરસ કોઇપણ સપાટી ઉપર થોડાં કલાકો સુધી જીવંત રહી શકે છે પરંતુ જો તે સપાટીને સાદી રીતે પણ સેનેટાઇઝ(સાફ-સફાઇ) કરી દેવામાં આવે તો પણ તે વાઇરસનો ખાત્મો બોલી શકે છે.

(1)કોવિડ-19નો ચેપ લગાડનાર વાઇરસ ખુબ જ ચતુરાઇપૂર્વક છુપાઇ શકે છે અને અત્યંત ઝડપી ગતિએ ફેલાઇ શકે છે અને મોટાભાગના ભૌગોલિક વિસ્તારોમાં રહેતી વસ્તીમાં કે સમુદાયમાં લાંબો સમય સુધી પોતાનું અસ્તિત્વ ધરાવી શકે છે. (2) આ વાઇરસ શરીરના પાચનતંત્રમાં હાજર રહેવા માટે જાણીતો છે અને બાદમાં તે મળમાં વિસર્જન પામે છે. જો કે મોં કે મળના માર્ગે અથવા તો અન્ય કોઇ શક્તિશાળી માર્ગે તેનું સંક્રમણ થાય છે કે નહીં તે બાબત પૂરવાર કરવા હજુ વધુ સંશોધનની જરૂર છે. સીડીસીએ તાજેતરમાં જ ભલામણ કરી હતી કે આ વાઇરસનો ચેપ લાગ્યાનો પોઝીટીવ કેસ ધરાવતી માતાને તેઓના નવજાત શીશુઓથી અલગ પાડી દેવી જોઇએ. તેઓને અલગ પાડી દેવાથી ચેપના સંક્રમણનું જોખમ ઘટી જાય છે. યાદ રહે કે કોઇપણ વ્યક્તિ આ રોગના ચિહ્નો જણાવાની શરૂઆત થાય તે પહેલાં પણ ચેપ ફેલાવી શકે છે. આ વાઇરસ શરીરમાં પ્રવેશી જાય ત્યારબાદ 2 થી 14 દિવસ દરમ્યાનના કોઇપણ સમયે તેના ચિહ્નો દેખાવાના શરૂ થઇ જાય. છે.

ચેપગ્રસ્ત વ્યક્તિ અને પોતાની જાત વચ્ચે ઓછામાં ઓછું એક મીટર (3 ફૂટ)નું સામાજિક અંતર જાળવીને અને સાબુ અને પાણીથી નિયમિત હાથ ધોવાથી ચેપ વધુ ફેલાતો અટકી શકે છે. ખાંસી, ઉધરસ કે છીંક ખાતી વખતે કોણીથી કે ટિસ્યુથી મોં અને નાકને ઢાંકવા અને બાદમાં તરત જ તે ટિસ્યુનો નિકાલ કરી દેવા જેવી આરોગ્યની સારી આદતો કેળવવી જરૂરી છે. હાથ દ્વારા પણ વ્યક્તિના શરીરમાં વાઇરસ પ્રવેશી શકતા હોવાથી મોં, નાક કે આંખનો સ્પર્શ કરવાનું ટાળવું જોઇએ.

ભારત માટે પદાર્થપાઠઃ-

અત્યંત શ્રેષ્ઠ કક્ષાની આરોગ્ય સેવાઓ સાથે ઇટાલી ધનાઢ્ય દેશ ગણાતો હોવા છતાં ત્યાં સૌથી વધુ મોત અને ચેપ લાગવાના કિસ્સા નોંધાયા. ઇટાલીના વિવિધ પ્રાંતોના મોતના અને ચેપ લાગવાના આંકડા જુદા જુદા છે. જે રાજ્યોએ વધુમાં વધુ ટેસ્ટિંગ કર્યા હતા તેઓએ એ વાતની પણ કાળજી લીધી હતી કે તે રાજ્યની હોસ્પિટલોની તુલનાએ ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધી ન જાય. લોકોને ઘરોમાં જ પૂરાઇ રહેવા પ્રોત્સાહન અપાયું હતું, જેના કારણે હોસ્પિટલો આ રોગના હોટસ્પોટ બનતા બચી ગઇ હતી અને ફક્ત ગંભીર હોય એવા દર્દીઓની જ સારવાર કરાઇ હતી. દક્ષિણ કોરિયામાં ફક્ત સરકારના કારણે જ સફળતા હાંસલ કરાઇ હતી એવું નહોતુ, વાસ્તવમાં પ્રજાના સહયોગના પગલે સફળતા હાંસલ કરી શકાઇ હતી. આ દેશે એક દિવસમાં કોવિડ-19ના 20,000 ટેસ્ટ કર્યા હતા અને ફક્ત છ કલાકમાં જ રિપોર્ટ આપી દીધા હતા. જેથી દક્ષિણ કોરિયામાં નવા ચેપ લાગવાની સંખ્યાની તુલનાએ સાજા થનારા લોકોની સંખ્યા વધી ગઇ હતી. આ સફળતાનું તમામ શ્રેય સરકારને અને ઇચ્છા મુજબના પગલાં લેવા દેવાની સરકારને સ્વેચ્છાએ મંજૂરી આપનારી પ્રજાના ફાળે ગયું હતું. તે સરકારે સંભવિત ચેપગ્રસ્ત લોકોને શોધી કાઢ્યા હતા, તેઓની પ્રત્યેત ગતિવિધિ ઉપર નજર રાખી હતી, તેઓના ટેસ્ટ કર્યા હતા અને બાદમાં તેઓની સારવાર કરી હતી. સમાજના લોકોથી પોતાને દૂર રાખવાના સરકારે અગાઉથી જ પગલાં લીધા હતા. પ્રજાના સાથ-સહકારના કારણે જ સરકાર અસરકારક પગલાં લઇ શકી હતી.

ભારત સરકારે પણ સમગ્ર દેશને લોકડાઉન કરી દઇને ઘણું સારું પગલું લીધું હતું પરંતુ આ લોકડાઉનનો અમલ તદ્દન ઢંગધડા વિનાનો હતો. મોટા મોટા શહેરોમાંથી મજૂરોએ હજારોની સંખ્યામાં હાઇવે ઉપર પગે ચાલીને પોતાના વતન તરફ પ્રયાણ શરૂ કરી દીધું હતું. મજૂરોએ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રયાણ શરૂ કર્યું હોવાથી દેશના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાઇરસનું સંક્રમણ વધી જવાનું જોખમ ઉભું થયું છે. તેથી સરકારે આ મજૂરો જે સ્થળોએ રોકાયા હોય ત્યાં જ તેઓનું સ્ક્રિનિંગ થાય એવી સુવિધા ઉભી કરવા સાથે તેઓને આશ્રય, ખોરાક અને પૈસા આપવાના સત્વરે પગલાં લેવા જોઇએ.

હાલ ભારત આ મહામારીના બીજા તબક્કામાં છે, જે સૂચવે છે કે ચેપ સ્થાનિક સ્તરે ફેલાઇ રહ્યો છે, અર્થાત ચેપગ્રસ્ત દર્દીના નજીકના સંપર્કમાં આવવાથી ચેપ ફેલાયો છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યું છે કે દેશમાં હાલના તબક્કે કોમ્યુનિટી ટ્રાન્સમિશન (એક સમુદાયની મદદથી અન્ય સમુદાયમાં ચેપનો ફેલાવો થવો) નોંધાયું નથી. તેથી ભય રાખવાને બદલે શ્વસનતંત્રના આ રોગ વિશે વધુ જાગૃતિ કેળવવાની જરૂર છે. શારીરિક અંતર રાખવું એ જ આ ચેપને ફેલાતો રોકવાનો એક માત્ર ઉપાય છે. લોકોએ કોઇપણ જગ્યાએ ટોળામાં ભેગા થવું જોઇએ નહીં. આરોગ્ય ક્ષેત્રમાં કામ કરતાં તમામ કર્મચારીઓને બીજાને ચેપ લગાડતા અટકાવવા અને પોતાની જાતને ચેપથઈ બચાવી લેવા પર્શનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (શરીરનું રક્ષણ કરતાં તમામ સાધનો) અપાવા જોઇએ. હાલના રોગચાળાના સમયમાં ભારત સરકારે પણ તાજેતરમાં ઘરે બનાવેલું માસ્ક પહેરવાની ભલામણ કરી હતી. હોમ કોરિન્ટાઇનમાં રખાયેલા લોકોએ પણ સરકારની માર્ગનિર્દેશિકાનું પાલન કરવું જોઇએ. આ કપરાં સંજોગોમાં ચેપને વધુ ફેલાતો રોકવા શક્ય અને જરૂરી એવા તમામ આકરાં પગલાં લેવાવા જોઇએ.

ભારતે જે એક પદાર્થપાઠ શીખવાનો છે તે એ છે કે કોઇપણ પ્રકારના રોગચાળા સામે લડત આપવા તેણે જાહેર આરોગ્યના ક્ષેત્ર માટે વધું નાણાંનું રોકાણ કરવું જોઇએ. પર્શનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટની વર્તાઇ રહેલી અછતના કારણે આ લડતમાં એક મોટો અવરોધ ઉભો થઇ શકે છે. જો કે સરકારે એવી ખાતરી જરૂર આપી છે કે જે કાંઇ અછત પ્રવર્તી રહી છે તેને સત્વરે દૂર કરાશે. આપણી જાતને યોગ્ય અને સાચી માહિતીથી સુસજ્જ કરીને જ આ રોગચાળા સામેની લડતની સારી તૈયારીઓ શરૂ કરી શકશે.

પ્રજાના આરોગ્યને તંદુરસ્ત રાખવા સરકારે હાલ જે કુલ રાષ્ટ્રીય ઉત્પાદના 2 ટકા જેટલી રકમ ફાળવી છે તેનાં કરતાં વધુ રકમ ફાળવવી પડશે કેમ કે આ 2 ટકાની રકમ મહદઅંશે રોગનિવારક સેવાઓ પાછળ જ ખર્ચાય છે.

ABOUT THE AUTHOR

...view details