- વડાપ્રધાન મોદીએ લોકલ ફોર વોકલનું કર્યું આહ્વાન
- સ્થાનિક ઉત્પાદિત વસ્તુઓ ખરીદવા વડાપ્રધાનની અપીલ
- સ્થાનિક વસ્તુ ખરીદવાથી ઓળખ મજબૂત થશેઃ વડાપ્રધાન
વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખી દેશવાસીઓને સ્થાનિક ઉત્પાદિત થયેલી વસ્તુનો ઉપયોગ વધારવા માટે કહ્યું છે. વડાપ્રધાને 'લોકલ ફોર દિવાલી'નું આહ્વાન કર્યું અને આશા વ્યક્ત કરી છે કે, આનાથી અર્થવ્યવસ્થામાં નવી ચેતના આવશે. આજકાલ લોકલ માટે લોકલની સાથે, લોકલ ફોર દિવાલીના મંત્ર પણ ચારે તરફ ગુંજાઈ રહ્યો છે. બનારસના લોકો અને દેશવાસીઓને પણ એ જ કહેવું છે કે, લોકલ ફોર દિવાલીનો ખૂબ પ્રચાર કરો. દરેક વ્યક્તિ જ્યારે ગર્વની સાથે લોકલ સામાન ખરીદશે, લોકલની ચર્ચા કરશે, લોકલ પ્રોડક્ટ પર ગૌરવ કરશે, નવા નવા લોકો સુધી એ વાત પહોંચશે કે આપણી લોકલ પ્રોડક્ટ કેટલી સારી છે, કેટલી શાનદાર છે, કેવી રીતે આપણી ઓળખ છે. તો તે વાત દૂર દૂર સુધી પેલાશે. આનાથી સ્થાનિક ઓળખ મજબૂત થશે. આ ઉપરાંત જે લોકો સ્થાનિક ઉત્પાદન કરે છે તેમની દિવાળી પણ રોશન થઈ જશે.
દરેક દેશવાસી 'લોકલ માટે વોકલ' બને
વડાપ્રધાને કહ્યું, દેશવાસીઓને વારંવાર આગ્રહ કરું છું કે, લોકલ માટે વોકલ બનો. દરેક લોકો લોકલ સાથે દિવાળી ઊજવે. પછી જોજો અર્થવ્યવસ્થાને નવી ચેતના મળશે. લોકલ માટે વોકલ બનવાનો અર્થ ફક્ત દીવડા ખરીદવા જ નહીં, પરંતુ દરેક વસ્તુ ખરીદવી. જોકે જે વસ્તુ દેશમાં બનતી નથી, જેની ખરીદી કરવી અશક્ય છે તેને બહારથી લાવવી પડે. એ વાત અલગ છે. હું એમ નથી કહેતો કે, એવી વસ્તુઓને ગંગાજીમાં પધરાવી દો.