ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કલમ 370 મુદ્દે PM મોદીના ભાઈ સોમાભાઈએ શું કહ્યું?, જુઓ વીડિયો - વડનગર

વડનગરઃ રાષ્ટ્રમાં માથાના દુખાવા સમાન ગણાતી કાશ્મીરમાં રહેલી 370ની કલમ દૂર કરવા વર્તમાન સરકારના પ્રયાસને  સફળતા મળી છે. જે ને પગલે હવે આતંકવાદ તથા નક્સલવાદને ડામવામાં પણ સફળતા મળશે.  ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગરમાં ખુશીઓ ભરી ઉજવણી કરવામાં આવી છે. આવો જાણીએ શું કહ્યું કલમ 370 મુદ્દે સોમાભાઈ મોદીએ...

સોમાભાઈ મોદી

By

Published : Aug 6, 2019, 10:11 AM IST

Updated : Aug 6, 2019, 10:33 AM IST

ભારતના હૃદય સમાન કાશ્મીરમાં ભારતનો કોઈ પણ નાગરિક મિલકત મત્તા ખરીદ વેચાણ પણ કરી શકશે તેવા આઝાદ કાશ્મીર માટે કાયદાકીય બદલાવ આવ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગરના હાટકેશ્વર મંદિર ખાતે ઊંઝાના ધારાસભ્ય અને ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી આતશબાજી કરી સરકારના નિર્ણયને અવકારવામાં આવ્યો છે.

કલમ 370 મુદ્દે PM મોદીના ભાઈ સોમાભાઈએ શું કહ્યું?, જુઓ વીડિયો,ETV BHARAT

બીજી તરફ વડનગરની જનતાએ વર્તમાન સરકાર અને ધરતીના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી પર ગર્વ અનુભવ્યો છે.વડનગર ખાતે સરકારના નિર્ણયને આવકારતા નરેન્દ્ર મોદીના ભાઈ સોમાભાઈ મોદી દ્વારા કાશ્મીર એક આઝાદ રાજ્ય તરીકે રાષ્ટ્રના અન્ય રાજ્યોની જેમ હવે ચાલશે અને ત્યાં પર્યટકો અને સ્થાનિકો મુક્ત માહોલ અનુભવશે આતંકવાદ સામે ભારત મજબૂત લડત આપી શકશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

Last Updated : Aug 6, 2019, 10:33 AM IST

ABOUT THE AUTHOR

...view details