પશ્ચિમ બંગાળમાં કાલકા મેલના 2 ડબ્બા પાટા પરથી નીચે ઉતર્યા, મોટી દુર્ઘટના ટળી - પશ્ચિમ બંગાળમાં કાલકા મેલ
કોલકતા : કાલકા મેલના 2 ડબ્બા પાટ્ટા પરથી ઉતરવાના સમાચાર સામે આવ્યા છે. હાવડા રેલવે સ્ટેશનમાં ટ્રેનના પ્રવેશ કરવાના સમય દરમિયાન આ ઘટના બની છે. પેસેન્જર પહેલા જ ટ્રેન નીચે ઉતર્યા હતા. જેના કારણે ડબ્બા ખાલી હતા. જેથી મોટી દુર્ધટના ટળી છે.
![પશ્ચિમ બંગાળમાં કાલકા મેલના 2 ડબ્બા પાટા પરથી નીચે ઉતર્યા, મોટી દુર્ઘટના ટળી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4814358-thumbnail-3x2-ll.jpg)
etv bharat
હાવડા રેલ્વે સ્ટેશનમાં પ્રવેશ કરી રહેલી કાલકા મેલના 2 ડબ્બા પાટ્ટા પરથી નીચે ઉતર્યા છે. આ દરમિયાન કોઈ જાનહાનિ થઈ નથી. દક્ષિણ પૂર્વ રેલવેના અધિકારીઓના જણાવ્યા અનુસાર હાવડા સ્ટેશનના પ્લેટફોર્મ પર પ્રવેશ દરમિયાન કાલકા મેલના 2 ડબ્બા પાટાપરથી નીચે ઉતરવાની ઘટના સામે આવી છે. આ ઘટના રવિવારના 1.47 વાગ્યે બની હતી.