ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બંગાળમાં પ્રાણીઓને આગમાંથી બચાવવા જતા મહિલા આગથી દાજી, જુઓ વીડિયો - પશ્ચિમ બંગાળ

રવિવારે પશ્ચિમ બંગાળના બાંકુરા જિલ્લામાં આગ લાગ્યા બાદ એક મહિલા ઘાયલ થઇ છે. ઈજાગ્રસ્ત મહિલાને બાંકુરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.

પશ્ચિમ બંગાળના બાંકુરામાં પ્રાણીઓને આગમાંથી બચાવવા જતા મહિલા આગ દાજી
પશ્ચિમ બંગાળના બાંકુરામાં પ્રાણીઓને આગમાંથી બચાવવા જતા મહિલા આગ દાજી

By

Published : Feb 2, 2020, 12:33 PM IST

બાંકુરા/પશ્ચિમ બંગાળ: એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પશ્ચિમ બંગાળના બાંકુરાના તાજપુર ગામમાં ગાયના શેડમાં આગ લાગી હતી. જેમાં એક વ્યક્તિ ઘાયલ થઈ હતી. આ આગ આજે સવારે 12:10 વાગ્યે ફાટી નીકળેલ હતી. આ આગને કાબૂને કાબૂમાં લેવાનું કાર્ય ચાલુ છે, કારણ કે નજીકમાં કોઈ ફાયર બ્રિગેડ નહોતું.

પશ્ચિમ બંગાળના બાંકુરામાં પ્રાણીઓને આગમાંથી બચાવવા જતા મહિલા દાજી

જો કે, સ્થાનિકો પાણીની ડોલથી તેમના ઘરો તરફ દોડી ગયા હતા, પરંતુ આગને કાબૂમાં કરવામાં નિષ્ફળ ગયા હતાં. પોલીસના જણાવ્યા મુજબ, 56 વર્ષની મહિલા શાંતિ પાત્રા આ બનાવમાં પ્રાણીઓને શેડમાંથી બચાવતા તે ઘાયલ થઇ હતી. જેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

ABOUT THE AUTHOR

...view details