ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મમતા દીદીને કેન્દ્રનું આર્થિક પેકેજ ન ગમ્યું, બોલ્યા- રાજ્યોને કોઈ લાભ નહીં મળે - Trinamool Congress

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલું 20 લાખનું આર્થિક પેકેજ ગમ્યું નથી. મમતાએ કહ્યું હતું કે રાજ્યોને આનો કોઇ ફાયદો થશે નહીં. નાણાંપ્રધાન નિર્મલા સીતારામણે આર્થિક પેકેજની વિગતો આપ્યા પછી મમતા બેનર્જીએ આ પ્રતિક્રિયા આપી છે.

mamta
mamta

By

Published : May 13, 2020, 10:36 PM IST

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલું 20 લાખનું આર્થિક પેકેજ ગમ્યું નથી અને તેમણે કહ્યું હતું કે રાજ્યોને આનો કોઇ ફાયદો થશે નહીં. નાણાંપ્રધાન નિર્મલા સીતારામણે આર્થિક પેકેજની વિગતો આપ્યા પછી મમતા બેનર્જીની આ પ્રતિક્રિયા આપી છે. નાણાંપ્રધાને લગભગ દોઢ કલાકની પ્રેસ કોન્ફરન્સમાં અનુક્રમિક રીતે વિગતો રજૂ કરી હતી.

તેમણે લઘુ અને મધ્યમ ધોરણના ઉદ્યોગો માટે પહેલા અનેક જાહેરાતો કરી હતી. સરકારે આ ક્ષેત્ર માટે સરળ શરતો પર 3 લાખ કરોડ રૂપિયાની લોન જાહેર કરી છે. લોન ગેરંટી અને કોલેટરલ વિગર ઓટોમેટિક હશે. વિશેષ બાબત એ છે કે, પ્રથમ વર્ષમાં મૂળનાણાંની છૂટ આપવામાં આવશે, અને 4 વર્ષ માટે લોન આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details