ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પં. બંગાળઃ પ્રાઈમરીની પુસ્તકમાં શ્યામ વ્યક્તિને કદરુપો દર્શાવતા વિરોધ - West Bengal NEWS

યુ.એસમાં ચાલી રહેલા રંગભેદના વિવાદ વચ્ચે, પશ્ચિમ બંગાળની એક પ્રાથમિક શાળાના પુસ્તકમાં એક શ્યામ માણસને કદરૂપો કહેવા બદલ હંગામો થયો છે. પૂર્વ બર્ધમાન જિલ્લાની પ્રાથમિક શાળામાં વંશીય ભેદભાવ દર્શાવતી તસવીર સામે વાલીઓએ વિરોધ દર્શાવ્યો હતો. આ કેસમાં બે શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ન્યૂઝ
ન્યૂઝ

By

Published : Jun 12, 2020, 3:57 PM IST

કોલકાતા: અમેરિકામાં જોર્જ ફ્લોયડના મૃત્યુ બાદ બ્રિટન અને અન્ય ઘણા દેશોમાં જાતિવાદ સામે ઘણા વિરોધ થયા છે. તે દરમિયાન, પશ્ચિમ બંગાળની પ્રાથમિક શાળાના પુસ્તકમાં કોઈ કાળા વ્યક્તિને કદરૂપી કહેવાને લઈને વિવાદ થયો છે. અહીંની પ્રાથમિક શાળામાં ભણાતી પાઠયપુસ્તકમાં કાળા રંગના લોકોને કદરૂપી તરીકે સંબોધવામાં આવ્યા છે.

પૂર્વ બર્ધમાન જિલ્લાની પ્રાથમિક શાળામાં વંશીય ભેદભાવ દર્શાવતી તસવીર સામે વાલીઓએ વિરોધ દર્શાવ્યો છે. તે જ સમયે, પશ્ચિમ બંગાળ સરકારે પૂર્વ-પ્રાથમિક વિદ્યાર્થીઓને શ્યામ રંગના લોકોને અંગ્રેજી મૂળાક્ષરના પુસ્તકમાં અપમાનજનક ભાગ શીખવવા બદલ બે શિક્ષકોને સસ્પેન્ડ કર્યા હતા.

મૂળાક્ષર શીખવાડવા માટે ઉપયોગમાં લેવાતી પુસ્તકમાં 'અગ્લી' શબ્દ 'યુ' અક્ષર સાથે લખ્યો છે. તેની બાજુમાં છપાયેલી તસવીરમાં શ્યામ રંગનો છોકરો દર્શાવવામાં આવ્યો છે.

ન્યૂઝ

આ મામલે મમતા સરકારમાં શિક્ષણ પ્રધાન પાર્થ ચેટર્જીએ ગુરુવારે કહ્યું હતું કે 'આ પુસ્તક શિક્ષણ વિભાગ દ્વારા નિર્દિષ્ટ પાઠયપુસ્તકોનો ભાગ નથી. શાળાએ જ આ પુસ્તક સામેલ કર્યું છે. વિદ્યાર્થીઓના મનમાં પૂર્વગ્રહ સ્થાપિત કરનારી કોઈ પણ કૃત્ય અમે સહન નહીં કરીએ.

મળતી માહિતી અનુસાર, લોકડાઉનને કારણે શાળાઓ બંધ હોવા છતાં, આ બાબત ત્યારે સામે આવી જ્યારે શાળાના વિદ્યાર્થીના પિતા તેને આ પુસ્તક સાથે ઘરે ભણાવતા હતા. તેમણે અન્ય માતા-પિતાને જાણ કરી અને ત્યારબાદ શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details