કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખરે સંવિધાન અને કાયદાના નિયમોને અનુસરીને મુખ્યપ્રધાન મમતા બેનર્જીને પરસ્પરની ટકરાવ છોડી દેવાની અને રાજ્યની જનતા માટે સાથે મળીને કામ કરવા વિનંતી કરી છે.
રાજ્યપાલે @MamataOfficial પર ટ્વિટ કરીને તેમને કેન્દ્ર સરકાર સાથેનો ટકરાવ અને સંઘર્ષ ખતમ કરવા જણાવ્યું છે. તેમણે કહ્યું, 'આપણે ફક્ત બંધારણ અને કાયદાનું પાલન કરીને પીડિત લોકોની સેવા કરી શકીએ છીએ.'