આ સાથે જ અન્ય રાજ્યના તબીબોએ પણ તેમના કામ પર પરત ફર્યા છે. પશ્ચિમ બંગાળમાં હડતાલ પૂર્ણ થયા બાદ દિલ્લી, પંજાબ, હરિયાણાના ડોક્ટર્સ તેમના કામ પર પરત ફર્યા હતા. AIIMSમાં પણ ડોક્ટરો તેમના ફરજ પર પરત ફર્યા હતા.
તબીબોના એક પ્રતિનિધિએ NRS મેડિકલ કોલેજ તથા હોસ્પિટલને જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાનની સાથે અમારી સકારાત્મક બેઠક યોજી હતી. જેમાં અમને ખાતરી આપવામાં આવી છે કે, તબીબોને સુરક્ષા આપવામાં આવશે. તેથી આ હડતાલ પૂર્ણ કરી છે. તેમણે વધુમાં કહ્યું કે, અમે જૂનિયર ડોક્ટર્સને અપીલ કરી છે કે, ટૂંક સમયમાં જ આ હડતાલને પૂર્ણ કરીને ફરજ પર પરત ફરે. અમે સરકાર સામે જે પણ પ્રસ્તાવ રાખ્યા છે તેના પર કામ કરવા માટે તેમને સમય આપ્યો છે.